Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સુરતમાં ચેન સ્નેચિંગ ટોળકીના બે સાગરીત ઝડપાયા : પાંચ કલાકમાં ત્રણ વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી;તી

સુરતમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી ચેન સ્નેચિંગ કરતી ટોળકીના બે સાગરીતોની અઠવા પોલીસે ધરપકડ કરી છે. ફક્ત પાંચ કલાકમાં ત્રણ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરનાર ટોળકીના બંને સાગરીતો પાસેથી મોબાઈલ સહિત સોનાની ચાર ચેન પણ પોલીસે જપ્ત કરી છે.

  આ ટોળકીમાં બે પુરુષ અને એક મહિલા સામેલ છે. આ ટોળકીના સભ્યોની નજર હંમેશા રોડ પરથી એકલા પસાર થતા સિનિયર સીટીઝન પર રહેતી. તેઓ યોજનાબદ્ધ રીતે વૃદ્ધ મહિલાઓને શિકાર બનાવી ચેન સ્નેચિંગ કરતા હતા. ત્યારબાદ પોતાની ટોળકીની મહિલા સદસ્ય સાકીરાને આપતા હતા. જે હાલ સળિયા પાછળ આવી ગયા છે.

(10:52 pm IST)