Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

વડોદરામાં બેન્કમાંથી નાણાં ઉપાડીને જતા વેપારી પાસેથી રૂપિયા 3 લાખની ચીલઝડપ

બાઈક પર આવેલા બે લૂંટારુ વેપારીની 3 લાખ રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ફરાર

વડોદરા: શહેરના એક વેપારી બેંકમાંથી રૂપિયા 3 લાખ ઉપાડીને બેગમાં ભરી નિઝામપુરા વિસ્તારમાંથી જઈ રહ્યા હતાં. ત્યારે બાઈક ઉપર આવેલા બે લૂંટારૂઓએ રૂપિયા ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. ચીલઝડપની આ ઘટના અંગે વેપારીએ ફતેગંજ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે લૂંટનો ગુનો નોંધી લૂંટારૂઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

   આ અંગેની વિગત મુજબ વડોદારા શહેરના વેપારી મેહતાબ ખાન પઠાણ કામદારોને પગાર ચુકવવા માટે રૂપિયા ઉપાડવા માટે બેંકમાં ગયા હતાં. નિઝામપુરામાં આવેલી જુદી જુદી બેંકોમાંથી 3 લાખ ઉપાડી બેગમાં લઈ જઈ રહ્યા હતાં. તે સમય દરમિયાન નિઝામપુરા વિસ્તારમાં બાઈક પર આવેલા બે લૂંટારૂઓએ વેપારીની રૂપિયા 3 લાખ ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતાં

  ઘટના અંગે વેપારીએ ફતેગંજ પોલીસને જાણ કરી હતી. પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા માટે શહેરની બહાર જતા તમામ રસ્તા પર નાકાબંધી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(7:47 pm IST)