Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ગેરવહીવટનો નમૂનો : સરકારી જગ્યામાં સરકારી શાળા હોવા છતા ચૂકવાય છે ભાડુ

ખેડાના ઠાસરાની નેસ પ્રાથમિક શાળામાં ચાલતા ગેરવહીવટને ખુદ ગામના સરપંચે બહાર પાડ્યો

ખેડાના ઠાસરાની નેસ પ્રાથમિક શાળામાં ચાલતા ગેરવહીવટને ખુદ ગામના સરપંચે બહાર પાડ્યો છે. તાલુકા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ભાડાની રકમ આચાર્યના ખાતામાં અન્ય ખર્ચ પેટે ફાળવતી હોવાનો આરોપ લગાવાયો છે

ઠાસરાની નેસ પ્રાથમિક શાળામાં વિવાદ સામે આવ્યો છે. સરકારી નેસ પ્રાથમિક શાળાના ચાર ઓરડાનું છેલ્લા કેટલાક વર્ષથી ભાડું ચુકવવામાં આવે છે. સરકારી જગ્યામાં શાળા છે તેમ છતા ગ્રામ વિકાસ સમિતિના નામે 4 રૂમનું  200 રૂપિયા ભાડુ ચુકવવામાં આવે છે.

સરપંચે ફરિયાદ કરતાં પોલ ઉઘડી
ઠાસરા તાલુકાની નેશ પ્રાથમિક શાળામાં નવો વિવાદ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે સરકારી નેશ પ્રાથમિક શાળાના ચાર ઓરડાનું છેલ્લા કેટલાક વર્ષથી ભાડું ચુકવવામાં આવે છે માસિક ભાડું એ પણ સરકારી જગ્યામાં હોવા છતાં  ગ્રામ વિકાસ સમિતિના નામે માસિક 200 રૂપિયા ભાડું 4 રૂમોનું ચુકવવામાં આવે છે તાલુકા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા આ ભાડાની રકમ નેશ પ્રાથમિક શાળાના આચાર્યના ખાતામાં અન્ય ખર્ચ પેટે ફાળવવામાં આવે છે જે નેશ શાળાના આચાર્ય દ્વારા ગ્રામ વિકાસ સમિતિના ખાતામાં ભાડાની રકમ પેટે ફાળવવામાં આવે છે સરકારી શાળા અને ઓરડા હોવા છતાં આ ભાડું ચુકવવામાં આવતું હોય આ અંગે નેશ ગ્રામપંચાયતના સરપંચ અને શાળાના એસએમસીના અધ્યક્ષ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી તાત્કાલિક આ ખોટી રીતે ચૂકવાયેલ ભાડાની રકમ પરત વસૂલવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે

ગામના સરપંચ રમણભાઈ ડાભી આરોપ લગાવી રહ્યા છે કે સરકારી જગ્યામાં શાળા હોવા છતા પણ રૂપિયા રળવા અધિકારીઑ આ ખેલ કરી રહ્યા છે. આ જગ્યા કોઈના માલિકીની હોય તેવો ઠરાવ હજુ સુધી ગ્રામ પંચાયતમાં થયો નથી છતાં પણ ખાતામાં ભાડાની રકમ પેટે રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે. સરકારી જગ્યામાં શાળા હોવા છતા ભાડુ ચુકવાતુ હોવાની સરપંચે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી છે. અને કહ્યું કે આ મામલે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામા આવે.

  •  
(8:46 pm IST)