Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

વડોદરામાં સિનિયર સિટિઝનને ધમકી આપી ઓફિસના કર્મચારીએ ત્રણ ઓફિસો પડાવી લેતા છેતરપીંડીનો ગુનો દાખલ

વડોદરા: શહેરમાં જળ સંશોધનનું કામ કરતા એક સિનિયર સિટીઝનને ધમકી આપી તેની ઓફિસના કર્મચારી એ ત્રણ ઓફિસો પડાવી લેતા લેન્ડ  ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

સનફાર્મા રોડના અક્ષર બંગલોઝ ખાતે રહેતા અને વોટર મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા 72 વર્ષીય નટવરલાલ લીમ્બાચીયા એ કહ્યું છે કે, વર્ષ 1976 માં હું ભૂસ્તરશાસ્ત્રી અધિકારી તરીકે કામ કરતો હતો ત્યારે મારા હાથ નીચે કામ કરતાં આસિસ્ટન્ટ બી.આર.શાહ સાથે મારા પરિવારિક સંબંધ થયા હતા. વર્ષ-1998માં મેં વીઆરએસ લઈ વોટર મેનેજમેન્ટની ઓફીસ શરૂ કરી હતી. આ દરમિયાન બી.આર.શાહે મને તેમના પુત્ર જલ્પેશ શાહને બિઝનેસમાં સેટ કરવા વિનંતી કરતા મેં જલ્પેશને મારી ઓફિસમાં રાખ્યો હતો અને તેને બોર કરવાના ટેન્ડરનું કામ સોપ્યું હતું. નટવરભાઈએ પોલીસને કહ્યું છે કે, મારી ઓફિસમાં કામ કરતા જલ્પેશ શાહે મને કહ્યું હતું કે એક ઓફિસના સરનામે ટેન્ડર મંજૂર કરવામાં તકલીફ પડે છે તેથી બીજી ઓફિસના સરનામે પણ ટેન્ડરો ભરવા જોઇએ. જેથી મેં તેને ચાણક્ય કોમ્પલેક્ષ ખાતેની ત્રણ ઓફિસો વાપરવા માટે આપી હતી. માર્ચ 2001માં હું જલ્પેશ કામ કરતો હતો તે ઓફિસે ગયો ત્યારે ત્યાં આ મિલકતના માલિક તરીકે જલ્પેશ હોવાનું બોર્ડ વાંચી ચોંકી ઉઠયો હતો. અલ્પેશના બધા પૂછતા તેણે મને ધમકી આપી હતી અને કાગળ તેમજ ચેક બુક આંચકી લઈ મને ધમકી આપી હતી તેમજ કોર્ટમાં કેસો પણ કર્યા હતા.

(5:33 pm IST)