Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું ધાંધલપુર ખાતે સંગેમરમરના મૂર્તિઓની પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ.

સવા કરોડના ખર્ચે નૂતન મંદિર નિર્માણ.. વિશ્વશાંતિ યજ્ઞ તેમજ વ્યસનમુક્તિ રેલી યોજાઇ.....

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જીતેન્દ્રિ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષ સ્થાને ધાંધલપુર ખાતે પંચમહાલનું પ્રથમ શિખરબંધ સંગેમરમરનું મંદિર ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની શરૂઆત થઈ.

પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે નૂતન મંદિરના દ્વાર ખુલ્લા મુક્યા હતા સાથે શ્રી જેઠાભાઈ ભરવાડ વિધાનસભા ઉપાધ્યક્ષ પણ ઉપસ્થિત હતા.

આ પ્રસંગે વિશ્વશાંતિ યજ્ઞ પણ યોજાયો હતો, ચિકન ગુનિયા, આ વિસ્તારમાં અનેક ચેપી વાયરસોથી મનુષ્યો તેમજ પ્રાણીમાત્ર સુખી રહે તે માટે પણ પ્રાર્થના કરાઇ હતી.

 શ્રી જેઠાભાઇ ભરવાડે પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાની રચનાત્મક પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

નૂતન મંદિર સવા કરોડના ખર્ચે નિર્માણ થયું છે.

પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા તેમ જણાવ્યું હતું કે અંધશ્રદ્ધાથી હર રહી, વ્યસનોને તિલાંજલિ આપવી. વ્યસનો રહિતનો માનવી અધોગતિના પંથે જતો નથી.

લંડન, બોલ્ટન, આફ્રિકા, ભારતનું સુપ્રસિદ્ધ સ્કોટીશ પાઈપ બેન્ડે વિશ્વશાંતિની ધૂન રેલાવી હતી.

(5:22 pm IST)