Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ગરૂડેશ્વર ખાતે આવેલ દત્ત મંદિર નર્મદા રિવર ડેમ સહિત નદી કિનારા તરફ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વૈજ્ઞાનિક ઢબે કરાયો નિકાલ

જિલ્લાના પદાધિકારીઓ, નહેરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવકો અને ગરૂડેશ્વર ગામના યુવાઓએ સ્વચ્છ ભારત-CLEAN INDIA ના સામૂહિક સ્વચ્છતાના શપથ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ધ્વારા " આઝાદીકા અમૃત મહોત્સવ " અંતર્ગત તા.૧ લી થી તા.૩૧ મી ઓક્ટોબર,૨૦૨૧ દરમિયાન હાથ ધરાયેલા “સ્વચ્છ ભારત-CLEAN INDIA” કાર્યક્રમને અનુલક્ષીને નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર, ગરૂડેશ્વર તાલુકા પંચાયત તથા સિચાઈ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગરૂડેશ્વર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી રાઠવા, કાર્યપાલક ઇજનેર આર.બી.કટારા, રાજપીપલા શહેરના અગ્રણીઓ યુવા મંડળ-મહિલા મંડળના સદસ્યો વગેરેની ઉપસ્થિતિમાં આજે ગરૂડેશ્વર દત્ત મંદિરના પરિસરના આસપાસના વિસ્તાર તેમજ નર્મદા નદીના રિવર ડેમ કિનારાના વિસ્તારો માં સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાયો હતો. તેમજ સ્વચ્છતા જાળવવા અંગે આસપાસના લોકોને જાગૃત કરાયાં હતાં. આ અભિયાન ધ્વારા ૬૦ કિ.લો જેટલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો હતો

(10:34 am IST)