Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

માથાવાડી માંડણ ગામે અલકેશસિહ ગોહિલ સેવા ટ્રસ્ટ દ્વારા પંચ દિન સેવા યજ્ઞના બીજા દિવસે રેશન કીટ વિતરણ કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના માથાવાડી માંડણ ગામમાં  અલ્કેશસિંહ જે. ગોહિલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંચ દિન સેવા યજ્ઞ નિમિત્તે આજે બીજા દિવસે જરૂરિયાતમંદ લોકોને રેશન કીટ વિતરણ કરવામાં આવી હતી,આ સેવાકાર્યમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ ,નગર પાલિકા સદસ્યો,રાજપૂત યુવક મંડળ ના સભ્યો, તેમજ અલકેશસિંહ ગોહિલના પુત્ર રાજદીપસિંહ ગોહિલ અને પરિવારના અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સતત પાંચ દિવસના આ પંચ દિન સેવા યજ્ઞમાં આગામી દિવસોમાં.તારીખ : ૨૩/૧૦/૨૦૨૧ - ધાબળા  વિતરણ તારીખ : ૨૪/૧૦/૨૦૨૧ - બ્લડ ડોનશન કેમ્પ રાજપૂત વાડી, રાજપૂત ફળિયા ખાતે યોજાશે,તારીખ : ૨૫/૧૦/ ૨૦૨૧,દત્તબાવની પાઠ,કેન્ડલ માર્ચ અને પ્રસાદી અલ્કેશસિંહ ગોહિલ ના નિવાસસ્થાને, રાજપૂત ફળિયા ખાતે થશે.

 

(10:28 am IST)