Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દેડીયાપાડાનાં કંજાઈ ગામે આઝાદીના 73 વર્ષ બાદ પહેલી વાર RCC રસ્તો બનશે.

નર્મદા જિલ્લાના ઘણા અંતરિયાળ ગામોમાં આજે પણ સરકારની ગુજરાત મોડલની વાતો જાણે પોકળ સાબિત થતી જોવા મળે છે.

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશને આઝાદી મળીને 73 વર્ષ પૂર્ણ થયા છતાં ગ્રામ્ય વન વિસ્તારમાં રહેતા કેટલાક અંતરિયાળ વિસ્તાર ના ગામો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંછીત છે, ત્યારે સરકારની ગુજરાત મોડલની વાતો જાણે પોકળ સાબિત થાય છે અને રાજ્ય સરકારે લાગુ કરેલ પેસા એકટ પ્રમાણે પણ ક્યાંય કામ થતું નથી ત્યારે રાજ્યમાં પ્રથમ વાર પેસા એકટ મુજબ નર્મદા જિલ્લામાં દુર્ગમ વિસ્તારમાં રોડ બની રહ્યો છે,જેનું ખાતમુહુર્ત નર્મદા જિલ્લાના કારોબારી ચેરમેન બહાદુરભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતુ

 આ બાબતે નર્મદા જિલ્લા પંચાયત કારોબારી બહાદુર વસાવા એ જણાવ્યું હતું કે રાજય માં પેસા એકટ સરકારે લાગુ કર્યો પણ આ એકટ માં જોગવાઈ હોય એવા એક પણ કાયદાનું પાલન થતું નથી, ત્યારે આજે પહેલી વાર રાજ્યમાં પેસા એકટ પ્રમાણે એટલે કે 50 ટકા રકમ જિલ્લા પંચાયત અને 50 ટકા ગામ વિસ્તાર ની માટી રેતી નો ઉપયોગ કરી ને કરવાની આ અંતરિયાળ વિસ્તાર કંજાઈ માં આઝાદી કાળથી રસ્તો ન હોય જે પાસ થતા સ્થાનિકોને તેનો લાભ મળશે

(10:32 pm IST)