Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર આપવામાં અગ્રેસર સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામને પ્રાયોરીટીના ધોરણે રસી અપાશે

રસીકરણના અમલીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા રાજય સરકાર દ્વારા શરુ :કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી દ્વારા રસીકરણના આયોજન માટે તમામ રાજયો સાથે વિડીયોકોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરાઈ

અમદાવાદ : આરોગ્ય વિભાગની યાદીમા જણાવ્યુ છે કે,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સઘન પ્રયાસ અને માર્ગદર્શનથી દેશ રસીના સંસોધનમાં અગ્રેસર છે અને બે રસી ફેઝ-૨ માં અને ત્રણ રસીનું સંશોધન અંતિમ તબક્કામાં પહોચી ગયું છે. જેથી ટૂંક સમયમાં કોવીડ-૧૯ ની રસી દેશમાં ઉપલબ્ધ થનાર છે ત્યારે રાજયમા કોરોનાની સારવાર આપવામાં અગ્રેસર સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામને પ્રાયોરીટીના ધોરણે રસી અપાશે રસીકરણના અમલીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા રાજય સરકાર દ્વારા શરુ કરી દેવામા આવી છે.
  વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે રસીકરણના કાર્યક્રમ માટે કેન્દ્રીય સચિવ અને NHMના મેનેજીગ ડાયરેકટર દ્વારા આજે તમામ રાજયો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમા રાજયના આરોગ્ય કમિશ્નર સહભાગી થયા હતા.સમગ્ર રાજ્ય જ નહિ, દેશ અને વિશ્વમાં પણ કોરોનાની મહામારી ફેલાયેલ છે. તેનાથી બચવા માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અને ફીઝીકલ ડિસ્ટન્સીંગ અગત્યની ભૂમિકા ભજવે છે. દેશમાંથી ઘણી બીમારીઓ રસીકરણથી નાબુદ થયેલ છે/કંટ્રોલ થયેલ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સઘન પ્રયાસ અને માર્ગદર્શનથી દેશ રસીના સંસોધનમાં અગ્રેસર છે અને બે રસી ફેઝ-૨ માં અને ત્રણ રસીનું સંશોધન અંતિમ તબક્કામાં પહોચી ગયું છે. જેથી ટૂંક સમયમાં કોવીડ-૧૯ ની રસી દેશમાં ઉપલબ્ધ થનાર છે.
  આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર આપવામાં અગ્રેસર સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામને પ્રાયોરીટીના ધોરણે રસી આપવાનું નક્કી કરવામાં આવેલ છે અને તેના અમલીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. સરકારી આરોગ્ય સંસ્થાની સાથે સાથે ખાનગી હોસ્પિટલો, કોર્પોરેટ હોસ્પિટલ, આયુષ દવાખાના અને હોસ્પિટલ, ડેન્ટીસ્ટ, જનરલ પ્રેકટીસનર (એલોપેથી/આયુષ) વગેરે તમામની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સાથે સાથે રાજ્યની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, આંગણવાડી સ્ટાફને પણ આવરી લેનાર છે. આ કામગીરી માટે રાજ્ય કક્ષાએ મિશન ડાયરેક્ટર (NHM)ને નોડલ અધિકારી બનાવવામાં આવેલ છે. જયારે જીલ્લા/કોર્પોરેશન કક્ષાએ કલેક્ટર/મ્યુનિ. કમિશ્નરને નોડલ અધિકારી બનાવવામાં આવેલ છે.
રાજયના તમામ જિલ્લા/કોર્પોરેશન હેલ્થ કેર વર્કર્સનો ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ સુધીમાં સંબંધિત કક્ષાએથી કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
આ કામગીરીમાં રાજ્યના આરોગ્ય વિભાગના કર્મીઓ સાથે ખાનગી હોસ્પિટલ/સ્ટાફનો પણ સહકાર લેવામાં આવશે. ૭૦,૦૦૦થી વધુ સરકારી આરોગ્ય સંભાળ કાર્યકર્તાઓ (તજજ્ઞથી લઇ વોર્ડબોય/સ્વીપર સુધી તમામ), ૪૦,૦૦૦થી વધુ આશા બહેનો, ૧ લાખથી વધુ આંગણવાડી સ્ટાફ અને મોટી સંખ્યામાં ખાનગી આરોગ્ય સંસ્થાનો સ્ટાફ (તજજ્ઞથી લઇ વોર્ડબોય/સ્વીપર સુધી તમામ) વગેરેને આવરી લેવામાં આવશે.
ભારત સરકારની ગાઈડલાઈન અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળેલ માહિતીના આધારે રાજ્યના તમામ આરોગ્ય અધિકારીઓને માહિતગાર કરવામાં આવે છે.

(6:42 pm IST)