Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મોડાસામાં તસ્કરોનો તરખાટ:વકીલના મકાનને નિશાન બનાવી 16 તોલા સોના સહીત 9.93 લાખની મતાની તસ્કરી કરી છૂમંતર....

મોડાસા: શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં જ લકઝરી ગાડીની ઉઠાંતરીની ઘટનાથી માંડી પોલીસના ઘરમાં જ તસ્કરીના જુદાજુદા બનાવોમાં ૩૦ લાખથી વધુની મત્તા ઉપર દાવ લાગ્યો હતો.જયારે આ બનાવોની ચકચાર વચ્ચે જ હવે પોલીસ કોન્સ્ટેબલ પછી તસ્કરો વકીલોને નિશાન ઉપર લેતાં હોય એમ મોડાસામાં રહેતા અને હાઈકોર્ટમાં વકીલાત કરતા એક એડવોકેટના બંધ મકાનમાંથી તસ્કરોએ ૧૬ તોલા સોનાના દાગીના સહિતકિંમતી કાંડા ઘડીયાળોએરપોડ અને રૂ.૧.૩૩ લાખની રોકડ સહિત કુલ રૂ.૯.૯૩ લાખની મત્તા ચોરી લેતાં જ ચોરીના આ બનાવે ચકચાર મચાવી હતી. મોડાસા ખાતે કોલેજ કેમ્પસની સામે આવેલ ફૈજે રસુલપાર્ક સોસાયટી ના મકાન નં.૧૯/૨૦ ના માલીક સહિત પરિવારજનો જયારે મુંબઈ ખાતે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.ત્યારે આ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અને મુખ્ય દરવાજા,જાળી સહિતના તાળા,નકુચા તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ ઘર વખરી,રાચરસીલું રફેદફે કરી કબાટ,તિજોરી સહિતમાંથી રૂ.૯,૯૩,૫૦૦ ની મત્તા ચોરી લીધી હતી.ઘર માલીક અને એડવોકેટ મહંમદખાન શફીમહંમદ મકરાણી નાઓએ મોડાસા ટાઉન માં આ તસ્કરીની ફરીયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરૃધ્ધ ગુનો નોંધી રાબેતા મુજબની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:30 pm IST)