Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે અગમ્ય કારણોસર થયેલ વાઘડામા ઉશ્કેરાયેલ પતિએ પત્નીના માથામાં ઈંટનો ફટકો મારી પતિનું ઢીમ ઢાળી દીધું

હિંમતનગર: શહેરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કિફાયતનગર વિસ્તારમાં એક મકાનનું કામ કરી રહેલા દાહોદ જિલ્લાના ઝાલોદ આસપાસ રહેતો એક શ્રમિક પરીવાર કડીયા કામ કરવાના અર્થે આવ્યો હતો. દરમિયાન ગુરૃવારે બપોરે જે સ્થળે કામ કરી રહ્યા હતા ત્યા પતિ પત્નિ વચ્ચે ગમે તે કારણસર થયેલા ઝગડા બાદ અચાનક ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નિના માથામાં ઈંટનો જોરદાર ફટકો મારીને ઢીમ ઢાળી દીધુ હતું. ત્યારબાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે જઈ હત્યારા પતિની અટકાયત કરી લઈ તે અંગે મૃતકના પરીવારને જાણ કરી દીધી હતી.

ઝાલોદ આસપાસ રહેતા રાકેશકુમાર કાળાભાઈ મુનીયા તથા તેની પત્નિ આશાબેન અને બે બાળકો સાથે હિંમતનગર નજીક આવેલ કિફાયતનગરમાં એક ખાનગી મકાનમાં કડીયા કામ કરતા હતા. જોકે કામ દરમિયાન તેમનો આઠ વર્ષનો પુત્ર અને નાની બાળકીને સાથે રાખતા હતા. જ્યા મોટોભાઈ નાની બહેનને સાચવતો હતો.

(5:29 pm IST)