Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સુરતના પરપ્રાંતીય તરુણીને પ્રેમજાળમાં ફસાવી નરાધમે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 15 વર્ષીય તરૂણીને પ્રેમજાળમાં ફસાવી તેણીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કરતા સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 15 વર્ષીય તરૂણીને પારિવારીક સબંધ ધરાવતા પુખરાજસિંહ ઉર્ફે ભીમ કમલસિંહ બધેલ (રહે. રૂમ નં. 108, માધવ રેસીડન્સી, પાલી ગામ, સચિન) એ લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. 

પરિવારના સભ્યોની ગેરહાજરીમાં પુખરાજ ઘરે આવતો હતો અને એકલતાનો લાભ લઇ તરૂણી સાથે દુષ્કર્મ કર્યુ હતું. આ બાબતથી પરિવારના સભ્યો અજાણ હતા. પરંતુ તરૂણીને છેલ્લા બે મહિનાથી માસિક નહીં આવતા માતાને જાણ કરી હતી. જેથી તબીબી ઉપચાર માટે તરૂણીને નવી સિવિલ હોસ્પિટલ લઇ ગઇ હતી. જયાં તરૂણીના મેડિકલ ચેકઅપમાં તરૂણીને બે માસને ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતા પરિજનો ચોંકી ગયા હતા. 

(5:26 pm IST)