Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વડોદરા:કિશોરીની છેડતી કરવા બદલ ઠપકો આપતા બે પરિવારો બાખડ્યા: સામસામે હુમલામાં ચપ્પુથી જીવલેણ ઇજા પહોંચતા પોલીસ ફરિયાદ

વડોદરા:ધો.૧૨ની વિદ્યાર્થિનીને રસ્તામાં રોકી  પોતાની સાથે સંબંધ રાખવાનું જણાવતા કિશોરે તેની સાથે ઝઘડો કર્યો હતો. કિશોરના પરિવારે તેનું ઉપરાણું લઈ વિદ્યાર્થિનીના પરિવાર પર હુમલો કર્યો હતો. અને વિદ્યાર્થિનીના પિતાના પેટમાં ચપ્પુ વડે જીવલેણ ઈજા પહોંચાડી હતી.

તરસાલી બાયપાસ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની  કિશોરી ધો.૧૨માં અભ્યાસ કરે છે. ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે કિશોરી ઘરેથી દહીં લેવા માટે દુકાને ગઈ હતી. તે સમયે નજીકમાં રહેતા સગીર કિશોરે તેને રોકી મોટે મોટેથી બોલતો હતો. જેથી વિદ્યાર્થિનીની માતા  ત્યાં દોડી ગઈ હતી અને કિશોરને ઠપકો આપ્યો હતો. કિશોર  પોતાની સાથે સંબંધ રાખવા માટે વિદ્યાર્થિની પર દબાણ કરતો હતો. દરમિયાન  કિશોરના પિતા આવીને પુત્રને લઈ ગયા હતા.

(5:24 pm IST)