Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વડોદરાના વાઘોડિયા રોડ પર કોન્ટ્રાક્ટરના બંધ મકાનને નિશાન બનાવી ચાર ટોળકીએ દાગીના સહીત રોકડની ઉઠાંતરી કરી

વડોદરા:ગવર્મેન્ટ રોડ કોન્ટ્રાકટરના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી ૪૯૨ ગ્રામ સોનાના દાગીના, ૧૫૦ ગ્રામ ચાંદીના દાગીના તથા રોકડા સાત હજારની ચોરી કરી ગઇ છે. 

વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તાની પાસે આવેલી  ચંદનબાળા સોસાયટીમાં રહેતા મિતેન નવીનચંદ્ર શાહ ગવર્મેન્ટ રોડ કોન્ટ્રાકટર છે. ગત ૨૧મી તારીખે તેઓ ધંધાના કામ માટેવતન પાવીજેતપુર ગયા હતા. જ્યારે પત્ની બાળકોને લઇને પિયરમાં ગઇ હતી. 

 તે દરમિયાન તેમના બંધ મકાનના દરવાજાનું તાળુ તોડીને ચોર ટોળકી સોનાના બે મંગળસૂત્ર, ત્રણ ડોકિયા, બે બ્રેસલેટ, કડા, એક લકી, બે લેડિઝ પાટલી, અને ચાંદીના છડ્ડા, કંદોરો અને પુજાના વાસણો તથા  રોકડા ૭૦૦૦ ચોરી ગઇ હતી. પોલીસે સોનાના ૪૯૨ ગ્રામ દાગીનાની કિંમત માત્ર ૯.૮૪ લાખ ગણી છે. એટલે કે એક તોલાનો ભાવ ૨૦ હજાર રૃપિયા ગણ્યો છે.  હાલમાં સોનાનો એક તોલાનો ભાવ રૃા. ૫૨ હજાર છે.  પોલીસ કહે છે કે દાગીના જૂના છે એટલે જૂની કિંમત પ્રમાણે ભાવ ગણ્યો છે. હાલના ભાવ પ્રમાણે દાગીનાની કિંમત રૃા. ૨૫ લાખ થાય.  પાણીગેટ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

(5:22 pm IST)