Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વડોદરાના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ નજીક વૃધ્ધાના ગળામાંથી બાઈક સવાર બે ઈસમો 40 હજારની કિંમતનું મંગળસૂત્ર આંચકી ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર પતિ સાથે સ્કૂટર પર પસાર થઇ રહેલી વૃદ્ધાના ગળામાં હાથ નાખી અજાણ્યા બાઇક સવાર બે ઈસમો રૂપિયા 40000 ની કિંમત ધરાવતું સોનાનું મંગળસૂત્ર આંચકી ફરાર થઈ ગયાં નો બનાવ પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે.

વડોદરા શહેરના તરસાલી રોડ પર આવેલ અશોક વાટિકામાં રહેતા 60 વર્ષીય રમીલા બેન સોલંકી  સંબંધીના ઘરે થી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા.  રાત્રે 10 વાગ્યાની આસપાસ સોમા તળાવ ખાતે ના ભારત પેટ્રોલ પંપ નજીક યુનિટી ઓટો કારની સામેથી પસાર થતા હતા. 

તે વખતે અચાનક બાઇક સવાર બે શખ્સો તેઓની નજીક ધસી આવ્યા હતા અને ચાલુ વાહને બાઇક પર પાછળ બેસેલા શખ્સે વૃદ્ધાના ગળામાં હાથ નાખી સોનાનું મંગળસૂત્ર આશરે બે તોલા વજનનું આંચકી લઈ સોમા તળાવ ચાર રસ્તા તરફ નાસી છૂટયા હતા. 

(5:21 pm IST)