Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વડોદરામાં મનપાદ્વારા દશેરાના પર્વને ધ્યાનમાં રાખીને ફરસાણની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની 6 ટીમ દ્વારા દશેરા પર્વ ધ્યાનમાં રાખીને શહેરમાં મીઠાઇ ફરસાણની દુકાનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન જલેબી, ફાફડા, સહિતના ખાદ્ય પદાર્થોના 33 નમૂના લઇ ચકાસવા માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. દશેરા પર્વને અનુલક્ષીને ચેકિંગ કરવા ગાંધીનગરથી ફુડ સેફટી કમિશનરે તાકીદ કરતા છેલ્લા પાંચ દિવસથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના રાવ પુરા, દાંડિયા બજાર, અલકાપુરી, મકરપુરા, માંજલપુર, ફતેગંજ, નવાયાર્ડ, વાઘોડિયા રોડ, ચોખંડી અને ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં 31 દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. જ્યાંથી ફાફડા, જલેબી, ઉપરાંત બેસન, કપાસિયા તેલ, ઘી, ચટણી, વગેરેના નમૂના તપાસ માટે લીધા હતા. 

(5:20 pm IST)