Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

આપણા શરીર, મન અને આત્‍માને એકબીજા સાથે જોડવા માટે મેડિટેશન એટલે ધ્‍યાન ખૂબ જ જરૂરીઃ અનેક રોગ આપણને અસર કરી શકતા નથી

અમદાવાદ: આપણાં શરીર, મન અને આત્માને એકબીજા સાથે જોડવા માટે મેડિટેશન એટલે કે ધ્યાન ધરવું ખૂબ જ જરૂરી છે. મેડિટેશનથી મસ્તિષ્કમાં ઉપસ્થિત તમામ મુખ્ય ગ્રંથીઓ પોતાનું કામ યોગ્ય રીતે કરે છે અને હોર્મોન્સ યોગ્ય માત્રામાં સ્ત્રાવિત થાય છે. જેના કારણે રોગ આપણને અસર નથી કરી શકતાં.

જ્યારે આપણે ધ્યાનની મુદ્રામાં હોઈએ છીએ, તો માસ્તિષ્કમાં આલ્ફા તરંગની ગતિવિધિઓ વધી જાય છે. આ તરંગોનું અધિક માત્રામાં હોવું, એ વાતનું પરિણામ છે કે, આપણું મસ્તિષ્ક શાંત અને સ્વસ્થ છે.

મેડિટેશનના ફાયદા

  મેડિટેશન દરમિયાન ઊંડા શ્વાસ લેવાથી ઑક્સીઝનથી ભરપુર રક્ત શરીરમાં પ્રવાહિત થાય છે.

  ઉદાસી અને તનાવ દૂર થાય છે અને વ્યક્તિની ઊંમર લાંબી થાય છે.

  ધ્યાન ધરવાથી સકારાત્મક વિચાર અને ઊર્જા વધે છે અને ચિડીયાપણું અને ઉત્તેજના જેવા ભાવ દૂર થાય છે.

  ઈડા, પિંઘલા, સુસુમના, શ્વાસ સબંધ નાડિયા સંતુલિત થાય છે. જેના કારણે શ્વાસ પર નિયંત્રણ કરવું સરળ થઈ જાય છે.

  મેડિટેશન, સાત્વિક ભોજન અને સામાન્ય વ્યાયામના માધ્યમથી થાયરૉઈડ, રુમેટૉયડ આર્ઠરાઈટિસ અને અસ્થમાં જેવા રોગો પણ નિયંત્રણ કરવામાં આવી શકે છે.

મેડિટેશન કેવી રીતે કરશો

મેડિટેશન બે મિનિટથી બે કલાક સુધી કરવામાં આવી શકે છે. જો કે તે વ્યક્તિના મસ્તિષ્ક અને શારીરિક ક્ષમતા પર નિર્ભર કરે છે. શરીર અને મન અને આત્માના તાલમેલ માટે આંખો બંધ કરીને ધ્યાન ધરવું જોઈએ. જે મગજ માટે ખોરાકનું કામ કરે છે.

  સવારે 4 વાગ્યાથી સૂર્યોદય સુધી અને સુર્યાસ્તના પછી બે કલાક સુધી મેડિટેશન કરવામાં આવી શકે છે. તે સમયે વાતાવરણ શુદ્ધ થાય છે અને સ્વચ્છ હવા હોવાથી ધ્યાન ધરવાનું વધુ ફાયદો થાય છે.

  ધ્યાન હંમેશા ખાલી પેટે જ કરવું જોઈએ. સાંજના સમયે મેડિટેસન ત્યારે જ કરો, જ્યારે ભોજન આરોગ્યા પછી બે થી ત્રણ કલાકનો સમય વીતી ચૂક્યો હોય.

  મેડિટેશન હંમેશા શાંત વાતાવરણ અને સમતલ સપાટી પર કરવું જોઈએ. ઘુંટણની તકલીફ ધરાવતા લોકો ખુરશી પર બેસીને પણ ધ્યાન ધરી શકે છે. મેડિટેશનનો અભ્યાસ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે.

→   મેડિટેશન કરવાથી આપણા મગજના બન્ને ભાગ હેમિસ્ફેયર સંતુલિત રહે છે. જેનાથી શરીર પોતાનું કામ કોઈ પણ અવરોધ વિના કરી શકે છે.

(4:55 pm IST)