Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

'ગિવ વિથ ડિગ્નિટી': ગુજરાતમાં પાંચ હજારથી વધુ ઘર સુધી દિવાળી કિટ પહોંચાડાશે

અમદાવાદ તા. ર૩ : ફિનોલેકસ ઇન્ડસ્ટ્રઝ લિમિટેડ અને તેના સીએસઆર પાર્ટનર મુકુલ માધવ ફાઉન્ડેશન (એમએમએફ) દ્વારા 'ગિવ વિથ ડિગ્નિટી' ગુજરાત રાજય અભિયાનનો આરંભ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ફલેટ ઓફ કરીને કરવામાં આવ્યો હતો.

'ગિવ વિથ ડિગ્નિટી' અભિયાનમાં ગુજરાતના ૧૮ થી વધુ તાલુકામાં પ૦૦૦ થી વધુ ઘર સુધી દિવાળી પહેલાં કિટ પહોંચાડવામાં આવશે. આ કિટમાં ચોખા, ઘઉંનો લોટ, તુવેર દાળ, દેશી ચણા, બેસન, તેલ, ખાંડ, ચા, મરચું-હળદર, ધાણાજીરૂ તથા સ્વચ્છતા-સુરક્ષા માટે માસ્ક, સેનેટાઇઝર, સાબુ અને સેનિટરી નેપધીનનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને દિવાળીના તહેવારો નજીક છે. ત્યારે ઘર આંગણે દિવા પ્રગટાવી શકે તે માટે દિવાનું બોકસ પણ મુકવામાં આવ્યું છે. આ કિટ સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો, દિવ્યાંગ બાળકો તથા વંચિત મહિલાઓની એનજીઓ દ્વારા બનાવવામાં આવી છે, જેથી આ કોરોના મહામારી દરમિયાન તેમને પણ રોજગારી મળી રહે.

'ગિવ વિથ ડિગ્નિટી' અભિયાન સમગ્ર ભારત દેશના ર૩ થી પણ વધુ રાજયમાં થવા જઇ રહ્યું છે. અને ૬૧૦૦૦ થી પણ વધુ ઘરમાં દેશરા અને દિવાળીના તહેવારો ઉત્સાહથી ઉજવાય તે માટે આ અભિયાન હાથ ધરવામાંં આવ્યું છે.

(4:02 pm IST)