Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

નોટબંધી સમયે સુરતમાં થયેલ સોના કૌભાંડની આશંકાને પગલે પીએમઓએ વિગત મંગાવી?: ફફડાટ

સુરત,તા. ૨૩: ઉલ્લેખનીય છે કે દેશમાં જાહેર કરાયેલા નોટબંધીના સમયગાળા દરમિયાન અનેક કૌભાંડ થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ગુજરાતના સુરત શહેરમાંથી નોટબંધી સમયનું સૌથી મોટું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ અંગેનો ખુલાસો ભાજપના આગેવાન પી. વી. એસ શર્માએ ટ્વવિટર દ્વારા કર્યો હતો છે. આ અંગે પીવી શર્માએ પીએમ મોદી અને નાણામંત્રીને ટેગ કરી આ ટ્વિટ કર્યું હતું.

જો કે આ અંગે હવે સૂત્રોને મળતી જાણકારી મુજબ PMO દ્વારા આ સમગ્ર કેસની વિગતો મંગાવી છે. PMO એ વિગત મંગાવાત નેતાઓમાં ગભરાટ જોવા મળી રહ્યાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આ કેસમાં કલામંદિર જવેલર્સ સાથે દ્યરાબો ધરાવતા નેતાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.જો કે આ કેસમાં આઇટી વિભાગના અધિકારીઓમાં ગભરાટ ફેલાયો છે. જેમાં કેટલાક અધિકારીઓને કારણે નોટબંધીનો નિર્ણય અસરકાર ન રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જો કે સૂત્રોના જણાવ્યાં મુજબ અધિકારીઓની કામગીરીને લઇને પીએમ મોદી નારાજ હતા. આ મુદ્દે અન્ય જવેલરસ શો રૂમમાં પઇ તપાસ થઇ શકે છે.જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાલ દિલ્હીની મુલાકાતે પહોંચ્યાં છે, ત્યારે આ મામલે વડાપ્રધાન વિગતો મેળવી શકે છે. નોટબંધી બાદ અનેક કેસમાં ડિમાન્ડ નોટિસ નીકળી હતી.

(3:18 pm IST)