Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

યુઝડ કાર્સ પર બેસ્ટ ડીલ્સ માટે ખાસ બીએમડબલ્યુ પ્રીમિયમ સિલેકશન

(કેતન ખત્રી)અમદાવાદઃ બીએમડબલ્યુ ગ્રુપ ઈન્ડિયા દ્વારા વડોદરામાં તેની અલ્ટ્રામોડર્ન બીએમડબલ્યુ ફેસિલિટી નેકસ્ટ ના લોન્ચની ઘોષણા કરી હતી. એમિનેન્ટ કાર્સ હવે ગુજરાતના તૃતીય સૌથી વિશાળ શહેરમાં ફુલ્લી- ફ્લેજડ ઈન્ટીગ્રેટેડ રિટેઈલ અને સર્વિસ સુવિધા સાથે બીએમડબલ્યુ નું પ્રતિનિધિત્વ કરે છે. નવી બીએમડબલ્યુ ફેસિલિટી નેકસ્ટ સંકલ્પના પર આધારિત નવી ફેસિલિટી હવે નવી અને પ્રી- ઓન્ડ બીએમડબલ્યુ કાર્સની ખાસ શ્રેણી પ્રદર્શિત કરશે. તે સન ફાર્મા રોડ, પ્રમુખ સ્વામી નગર, તાંદળજા, વડોદરા ખાતે સ્થિત છે.શ્રી. અંકુર જૈન, (ડીલર પ્રિન્સિપલ, એમિનેન્ટ કાર્સ) અને શ્રી વિક્રમ પાવાહ (પ્રેસીડેન્ટ, બીએમડબલ્યુ ગ્રુપ, ઈન્ડિયા)કહે છે, ગુજરાતમાં અમારી હાજરી વિસ્તારવાની અને પ્રીમિયમ કાર્સ માટે સ્વર્ણિમ અને ઉભરતા બજાર વડોદરામાં શિયર ડ્રાઈવિંગ પ્લેઝર લાવવાની અમને ખુશી છે. શહેરમાં અજોડ અને સૌથી વિશાળ બીએમડબલ્યુ ફેસિલિટી નેકસ્ટ કોન્સેપ્ટ એકંદર ગ્રાહક અનુભવમાં નવું સીમાચિહન સ્થાપિત કરશે. બેજોડ પ્રોડકટો અને બજારસ્થળની અમારી સમજદારી સાથે ભારતમાં બીએમડબલ્યુ ની વૃદ્ઘિ પામતી સફળતાની ગાથામાં અમને નોંધનીય ભૂમિકા ભજવવાનો વિશ્વાસ છે.

(3:17 pm IST)