Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કોરોના સહિતની બીમારીઓ સામે કેદીઓને જાગૃત કરવા નિષ્ણાત તબીબો મેદાને.....

જેલ કેદીઓ દ્વારા સંચાલિત રેડિયો પ્રીઝન દ્વારા...રોટરી કલબના સહયોગથી રાજય સરકાર દ્વારા મહામારી સામેની જાગૃતિને બળ આપવા નિર્ણયઃ હવે પછી મનોરંજન સાથે કેદી કલ્યાણની કેન્દ્ર રાજયની યોજનાઓ પણ રસપ્રદ પદ્ઘતિ દ્વારા રેડિયોના માધ્યમથી પ્રસારિત કરવાનું આયોજન 'અકિલા' સાથે ગુજરાતના જેલ વડા ડોકટર કે.એલ. એન. રાવ સાથે વાતચીત

રાજકોટઃ ગુજરાતના જેલ વડા તરીકે ડોકટર કે. એલ. એન.રાવની નિમણૂક બાદ જેલોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્ત્િ। સામે અમદાવાદ જેલ ભવનના સરપ્રાઈઝ ચેકીંગ.. કસુરવનો સ્ટાફ કેદીઓ સામે પગલાં લેવા સાથે કેદીઓના ભાવિ જીવનનો વિચાર કરી વિવધ પગલાંઓ લેવાઈ રહ્યા છે તેમાં વધુનો ઉમેરો થયો છે. સાબરમતિ સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા ચાલતા રેડિયો પ્રીઝન દ્વારા દર વિકે કોરોના સહિતની બીમારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે .

અમદાવાદ રોટરી કલબ અને અમદાવાદ એરપોર્ટના સહયોગથી દર ગુરૂવારે સાંજે આ કાર્યકમ યોજાશે જેમાં વિવિધ રોગોના નિષ્ણાતોનો લાભ મળશે તેમ ગુજરાતના જેલ વડા ડોકટર કે. એલ.એન. રાવે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.

 તેઓએ વિશેષમાં જણાવેલ કે રાજયોની વિવિધ જેલ કેદીઓમાં ગંભીર રોગો પ્રત્યે જાગૃતિ વધવા સાથે રાજય સરકાર દ્વારા જે કોરોના જેવા રોગ સામે જાગૃતિ ફેલાવવાના ચાલતા અભ્યનને આનાથી બળ મળશે.

ડો.રાવે વિશેષમાં જણાવેલ કે સાબરમતી જેલ એક નાના ગામ જેવી વસ્તી ધરાવે છે. આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા વધુને વધુ જાગૃતિને કારણે જેલ તંત્ર દ્વારા જેલ સેનેટાયઝે આયસોલેટેડ વોર્ડ . આરોપીને જેલમાં કોરોના ટેસ્ટ બાળક પ્રવેશ મામલે ખુદ રાજય સરકાર અને હાઈકોર્ટ રસ લેતી હોય ત્યારે જેલ તંત્રની ફરજ વધી જાય એ સ્વભાવિક છે.

 તેઓએ જણાવેલ કે કોરોનાના કારણે વ્યાપાર ધંધા માંદા છે પણ જેલના ભજીયા ધંધો ધમધમે છે. તેવો આ રેડિયો પ્રિઝન દ્વારા કેદીઓ માટે વિવિધ મનોરંજન કાર્યક્રમો અને કેદી કલ્યાણ માટે રાજય કેન્દ્ર દ્વારા ચાલતી માહિતીઓ પૂરી પડશે.આમ કડકાઈ સાથે કરુણા પણ વહી રહી છે.

(3:16 pm IST)