Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અંકલેશ્વર:મોતાલી પાટિયા પાસે મહિલાની સોનાની ચેઇન પડાવી ભાગતા બે ગઠિયાઓને લોકોએ ઝડપ્યા

મહિલાએ બૂમાબૂમ કરતા અન્ય લોકોએ બે ગઠિયાઓને ઝડપી પોલીસ હવાલે કર્યા

ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વરના મોતાલી ગામની નવી નગરી ખાતે રહેતી સીતાબેન વસાવા નેશનલ હાઇવે પર મોતાલી પાટિયા નજીક આવેલ સહયોગ હોટલ પાસે ચાનો ગલ્લો ચલાવે છે. જેઓ ગલ્લા પર હતા તે દરમિયાન સામેની સાઇટ પર બે બાઇક પર આવેલ ચાર શખ્શો પૈકી બે શખ્શો ગલ્લા પર વસ્તું લેવા આવ્યા હતા. જેઓને વસ્તું આપવા જતા મહિલાના ગાળામાં રહેલ 45 હજારનો સોનાનો દોરો તોડી બંને ગઠિયા ફરાર થઈ ગયા હતા.

મહિલાએ બૂમાબૂમ કરતા અન્ય લોકોએ બે ગઠિયાઓને ઝડપી પાડયા હતા. પકડીને તેમની પૂછપરછ કરતા તેઓ અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટીમાં રહેતા મોહિતકુમાર પાલ અને બિટ્ટુકુમાર રાજપૂત હોવાનું જણાવ્યું હતું. લોકોએ આ બંને ગઠિયાઓને શહેર પોલીસને હવાલે કર્યા હતા. જ્યારે પોલીસે ફરાર થઈ ગયેલ અન્ય બે ગઠિયાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

(10:11 am IST)