Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અંકલેશ્વર જોગર્સ પાર્ક પાસે મહિલાની નજર ચૂકવી સોનાના ઘરેણા લઇને બે ગઠીયા ફરાર

રૂપિયા 1.10 લાખની ચીલ ઝડપની ફરિયાદ નોંધાઈ

અંકલેશ્વર : જીઆઈડીસીના  જોગર્સ પાર્ક પાસે મંદિરેથી પરત ઘરે જતી મહિલાને સોનાના ઘરેણાં ઉતારી થેલીમાં મૂકી આપવાના બહાને બે ગઠિયા નજર ચૂકવી રૂપિયા 1.10 લાખના ઘરેણાંની ચીલ ઝડપ કરી ફરાર થયા હતા

   આ અંગે મળતી વિગત મુજબ મૂળ મહેસાણાના અને હાલ અંકલેશ્વર GIDCમાં આવેલ 500 ક્વાટર્સ ખાતે રહેતા વર્ષાબેન ગાંધી હવેલી ચોકની બાજુમાં આવેલ જૈન દેરાસર ખાતે ગયા હતા. જેઓ મંદિરેથી પરત ઘરે ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન જોગર્સ પાર્ક પાસે આવેલ મેડિકલ સ્ટોર પાસે એક શખ્સે તેઓને બૂમ પાડી સોનાના ઘરેણાંની ચોરી વધુ થતી હોવાનું જણાવી સોનાના ઘરેણાં ઉતારી થેલીમાં મૂકી આપવાનું કહ્યું હતુ. મહિલાની નજર ચૂકવી ગઠિયા કુલ 1.10 લાખના મુદ્દામાલની ચીલ ઝડપ કરી ફરાર થયા હતો. જે અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:57 am IST)