Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ગુજરાતની પેટાચૂંટણીઓમાં અમુક બેઠકો ઉપર ભાજપના સત્તાવાર ઉમેદવારોને હરાવવાના પેતરા રચાતા ખળભળાટ મચ્યો

ગુજરાતની પેટાચૂંટણીઓમા એક સિનિયર કક્ષાના પ્રધાન ખુદ ભાજપના જ ઉમેદવારને હરાવવા મેદાને પડયા હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ આ સિનિયર પ્રધાન જી જાનથી લાગી પડયા છે.  દરમિયાન અન્ય વગદાર વર્તુળોના કહેવા મુજબ આ સમગ્ર હકિકતની હાઈકમાન્ડ સુધી જાણ થયાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.. સત્તાવાર વિગતો મેળવવા પ્રયાસ થઇ રહ્યા છે. 

દરમિયાન સૌરાષ્ટ્રની એક બેઠક ઉપર પણ ભાજપના સત્તાવાર ઉમેદવારને હરાવવા ભાજપના ટોચના નેતાઓ કામે વળગ્યાનું પણ બહાર આવી રહ્યું છે. 

દરમિયાન ભાજપના ઉમેદવારો ના વિરુદ્ધ માં કામ કરવા અંગે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપના ત્રણ નેતાઓને પક્ષમાંથી કાઢી મૂક્યા છે.

(10:25 pm IST)