Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વડોદરામાંથી નકલી ચલણી નોટ સાથે બે આરોપીઓ ઝડપાયા

બનાવટી ચલણી નોટ વટાવે એ પહેલા એસઓજીએ ઝડપી લીધા

વડોદરા : વડોદરામાંથી નકલી નોટ સાથે બે આરોપીઓ ઝડપાયા છે શહેરની ભીડભાડ વાળા વિસ્તારોમાં બનાવટી નોટ વટાવે એ પહેલા એસઓજીએ બંને ઝડપી લીધા હતા

             આ અંગે માલ;ટી વિગત મુજબ એસઓજીને બાતમી મળી હતી કે વડોદરા શહેરના અભિષેક સૂર્વે તથા તેનો સાગરીત બન્ને સંગમ ચાર રસ્તાથી ધવલ ચાર રસ્તા પાસે આવેલ HDFC બૅન્કની આજુબાજુમાં ઉભા છે અને તેઓ પાસે ભારતીય બનાવટની બનાવટી ચલણી નોટો છે અને માર્કેટમાં ઘૂસાડવા માટે પ્રયત્નો કરી રહેલ છે. પોલીસે આ બાતમીના આધારે વૉચ ગોઠવી અભિષેક સૂર્વે અને તેનો સાગરીત સુમિત સૂર્વે ને નકલી ચલણી નોટો સાથે ઝડપી લીધા હતા

  .          અભિષેક વિવેકભાઇ સૂર્વે પુંડલીક ડુપ્લેક્ષ, સીગ્નશ સ્કુલ પાછળ, હરણી રોડ પર મોલ્ડ સ્ટીલ ટ્રેડીંગનું કામ કરે છે. અને એમ.એસ.યુનિ.માં બી.કોમ સુધીનો અભ્યાસ કરેલ છે. જયારે બીજો આરોપી સુમીત મુરલીધર સૂર્વે અવિનાશ સોસાયટી, વિજયનગર પાસે સંગમ પાસે ફ્રીજ, એ.સી. રીપેરીંગનું કામ કરે છે. અને રોઝરી સ્કુલમાં ધોરણ-12 પાસ સુધીનો અભ્યાસ કરેલ છે. એસીપી ડી.કે.રાઠોડે જણાવ્યું કે 'પોલીસે આરોપીઓ પાસેથી રૂ.500/-ના દરની બનાવટી ચલણી નોટો કુલ નંગ-152 કિ.રૂ.76.000 તથા યામાહા મોટર સાયકલ નં.જી.જે.6.એસ.4100 કિ.રૂ20,000/- તથા રોકડા રૂ.14,00/- નં.(2) પાસેથી રૂ.500/-ના દરની બનાવટી ચલણી નોટો કુલ નંગ-23 કિ.રૂ.11,500 કબ્જે કરી છે.

             આ મામલે વારસીયા પો.સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ 489 (ક),(ખ),(ગ),(ઘ), 120(બી) તથા 114 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.SOGના પોલીસ અધિકારી એચ.એમ.ચૌહાણે કહ્યું કે 'આરોપીની એમ.ઓ એ હતી કે દેશના અર્થતંત્રમાં બનાવટી ચલણી નોટો ઘુસાડી પોતાને આર્થિક ફાયદો મેળવવો અભિષેક વિવેકભાઇ સૂર્વેએ બનાવટી ચલણી નોટો આરોપી સુમીત મુરલીધર નમ્બીયારને આપેલ હતી અને તે બનાવટી નોટોને બજારમાં નાની મોટી ખાણી પીણીની દુકાનો તથા દુકાનોમાં વટાવાનો હતો. આરોપી અભિષેક સૂર્વેને આ બનાવટી ચલણી નોટો રાજકોટ/સુરત ખાતે રહેતો કુલદિપ રાવલ નામનો ઇસમ તેને 10 દિવસ અગાઉ અમીતનગર ખાતે આવીને આપી ગયો હતો.

(10:22 pm IST)