Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ગાંધીનગર નજીક ધોળાકુવા પાસે ફ્રૂટની લારી ચલાવતા યુવાન સાથે નજીવી બાબતે ઝઘડો કરી ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરતા અરેરાટી

ગાંધીનગર :શહેર નજીક ધોળાકુવા પાસે ફ્રુટની લારી ચલાવતાં યુવાનને ધોળાકુવાના ત્રણ યુવાનોએ કેળા કાચા કેમ આપ્યા છે..! તેમ કહી હુમલો કરતાં ઘાયલ યુવાનને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અંગે ઈન્ફોસીટી પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઘટના અંગે  પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેર નજીક ધોળાકુવામાં રહેતો યુવાન ધનજીભાઈ કચરાભાઈ દંતાણી શાહપુર સર્કલ પાસે ફ્રુટની લારી ચલાવે છે.

ગત રવિવારે સાંજના સમયે તેની પત્નિ જયોત્સના સાથે પરત ઘરે જઈ રહયો હતો તે દરમ્યાન ધોળાકુવા ગામના પાટીયા પાસે ગામમાં રહેતા પીન્ટુ ટુડુજી ઠાકોર, સુરેશ પ્રતાપજી ઠાકોરે તેમને ઉભા રાખ્યા હતા અને કેળા માંગ્યા હતા અને તેમણે કેળા આપ્યા હતા.

(5:41 pm IST)