Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ગાંધીનગર તંત્ર દ્વારા ફટાકડા બજાર માટે ગેરકાયદે વેચાણ થતું અટકાવવા માટે ચેકીંગ હાથ ધર્યું: ફાયર બ્રિગેડે પત્ર લખીને ગેરકાયદે બજાર સામે કાર્યવાહી કરવાની અપીલ કરી

ગાંધીનગર: તંત્ર દ્વારા ફટાકડા બજાર માટે સે-૧૧ અને સે-૬ના મેદાન નિયત કરવામાં આવ્યા છે પરંતુ ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ થતું હોય છે ત્યારે લાયસન્સ વગર ધમધમતું ફટાકડા બજાર અકસ્માત નોતરી શકે છે તેવી દહેશત સાથે ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા પોલીસને પત્ર લખીને આવા બજારો સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે

હાલમાં દિવાળી પર્વને લઈ બજારોમાં ધીરેધીરે માહોલ જામી રહયો છે ત્યારે પર્વ દરમ્યાન ફટાકડા ફોડવાનું પણ અનેરૂ મહત્વ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગાંધીનગરમાં ફટાકડા બજાર માટે અગાઉથી દુકાનોની હરાજી કરવામાં આવતી હોય છે. માટે તંત્ર દ્વારા સે-૧૧ અને સે-૬ના મેદાન પણ નિયત કરવામાં આવ્યા છે

જેથી આ ખુલ્લી જગ્યામાં આગ અકસ્માતની ઘટના સમયે તુરંત જ કાર્યવાહી થઈ શકે. પરંતુ આ સિવાય પણ શહેરના મુખ્ય શોપીંગ સેન્ટરો અને અન્ય વિસ્તારોમાં ફટાકડાની ગેરકાયદેસર દુકાનો શરૂ થઈ ગઈ છે. ત્યારે આ મામલે ગાંધીનગર ફાયર ઓફીસર મહેશ મોડ દ્વારા નાયબ પોલીસ અધિક્ષકને રજૂઆત કરવામાં આવી છે કે ફટાકડા બજારમાં પણ ફાયર સેફટીના નિયમોનું પાલન જરૂરી છે.

(5:39 pm IST)