Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

સાવલી તાલુકાના મંજુસર ગામે મહારાષ્ટ્રની ત્રણ જુદી-જુદી ગાડીને ઉપયોગમાં લઈને મંજુસરમાં ત્રણ બુકાનીધારીએ ચોરીને અંજામ આપ્યો

વડોદરા:સાવલી તાલુકાના મંજૂસર ગામે બે દુકાનમાં ૧૮.૯૫ લાખ કિંમતના મોબાઇલની ચોરી કરનાર ગેંગ પરપ્રાંતિય અને ખતરનાક હોવાનું પોલીસ પ્રાથમિક તબક્કે માની રહી છે. ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઇકો ગાડી ખેડા જિલ્લાના ઠાસરા પાસેથી બિનવારસી હાલતમાં મળી છે.

અંગેની વિગત એવી છે કે મંજુસર જીઆઇડીસીના મેઇન ગેટ પાસે શિવમ પ્લાઝા કોમ્પલેક્સની બે દુકાનમાં તા.૨૦ની રાત્રે ત્રાટકેલા ત્રણ બુકાનીધારી ચોરોએ રૃા.૧૮.૯૫ લાખ કિંમતના મોબાઇલની ચોરી કરી હતી. અંગે સુરેન્દ્રસિંહ રણજીતસિંહ પરમારે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુકાનના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરતા ત્રણેય ચોરો મહારાષ્ટ્ર પાસિંગની ઇકો ગાડી લઇને આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

(5:34 pm IST)