Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

અમદાવાદના ઓઢવ વિસ્‍તારમાં કુંવરબા હોસિપટલમાં ડો. મુકેશ પ્રજાપતિ ઉપર ફાયરીંગઃ વિપુલ વ્યાસની ધરપકડ

અમદાવાદઃ સોમવારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કુંવરબા હોસ્પિટલના ડોક્ટર મુકેશ પ્રજાપતિ પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ કેસમાં મંગળવારે ઓઢવ પોલીસે વિપુલ વ્યાસની ધરપકડ કરી છે. આરોપી વિપુલ પાસેથી પોલીસે ફાયરિંગમાં ઉપયોગ કરેલ હથિયાર પણ કબ્જે કરી લીધું છે.

પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી તો તેની વાત સાંભળીને પોલીસ પણ ભાવુક થઈ ગઈ હતી. આરોપીએ પોલીસને ફાયરિંગ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. વર્ષ 2018મા આરોપી વિપુલ વ્યાપની પત્નીને કુંવરબા હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરવામાં આવી હતી. આ પ્રસુતિ દરમિયાન બાળકનો જન્મ થયો અને ત્યારબાદ આરોપી વિપુલ વ્યાસની પત્ની પારૂલ વ્યાસનું મોત થયું હતું.

આ ઘટનામાં વિપુલનો આક્ષેપ છે કે ડોક્ટર મુકેશ પ્રજાપતિની બેદરકારીને કારણે તેની પત્નીનું મોત થયું છે. પરંતુ અહીં સવાલ થાય કે તો વિપુલે એક વર્ષ બાદ ડોક્ટર મુકેશ પ્રજાપતિ પર હુમલો કેમ કર્યો. ઘટના એમ છે કે સોમવારે વિપુલ વ્યાસની પુત્રીએ તેને કહ્યું કે, આપડે દિવાળીમાં ફટાકડા લેવા મમ્મી સાથે જઈશું. આ વાત સાંભળીને વિપુલ વ્યાસને લાગી આવ્યું અને તે હથિયાર લઈને ડોક્ટર મુકેશ પ્રજાપતિને મારવા નિકળી પડ્યો હતો.

પોલીસની પ્રાથમિકની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિપુલ વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ નોંધાઈ ચુક્યો છે અને આ હથિયાર એમપીથી લાવ્યો હોય તેમ જણાવ્યું છે.

(4:41 pm IST)