Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

PUC નું ચેકીંગ કરવાની સતા માત્ર RTO ને છેઃ પોલીસને નથી

રાજકોટ તા ૨૩  : રાજકોટમાં લાભ પાંચમ બાદ હેલમેટ ફરજીયાતનો કાયદો થશે, તો સાથોસાથ PUC,લાયસન્સ, સહિતની બાબતો ચેક થશે, હાલ શહેરમાં લાખો લોકો પાસે પોતાના બાઇક, સ્કુટર, ગાડી માટે પીયુસી નથી. પરીણામે લોકોમાં દંડ અંગે ફફડાટ છે.

દરમિયાન ગઇકાલે '' અકિલા'' લાઇવ ન્યુઝ, ફેસબુક ઉપર એક શ્રોતાએ પ્રશ્ન પુછયો હતો કે પીયુસીનું ચેકીંગ પોલીસ કે અન્ય ન કરી શકે.

એમની વાતને આજે રાજકોટ શહેર ટ્રાફીક પોલીસના એક જવાબદાર જમાદારે સમર્થન આપતા ''અકિલા'' ને જણાવેલ  કે, પીયુસીનું ચેકીંગ કરવાની સતા ટ્રાફીક પોલીસને નથી, અને પોલીસ આનું ચેકીંગ પણ કરતી નથી. માત્ર ને માત્ર RTO ને મોટર વ્હીકલ એકટની કલમ મુજબ જ પીયુસીનું ચેકીંગ કરવાની સતા છે.

(1:17 pm IST)