Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ડીસા માર્કેટયાર્ડમાં એક દિવસમાં મગફળીની ૭૦ હજારથી વધુ બોરીની વિક્રમજનક આવક

એક સપ્તાહમાં ૩.૨૦ લાખ જેટલી આવક નોંધાઈ

ડીસા : ડીસા તેમજ આસપાસના વિસ્તારમાં ચોમાસું સિઝન દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર થતાં ઉત્પાદન પણ સારૂ થવા પામ્યું છે. ડીસા માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં મગફળીની ૭૦ હજારથી વધુ બોરીની રેકોર્ડ બ્રેક સાથે એક સપ્તાહમાં ૩.૨૦ લાખ જેટલી આવક નોંધાવા પામી છે.

  ઉતર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા (ડીસા માર્કેટયાર્ડ) ના ચેરમેન માવજીભાઇ દેસાઇ તેમજ સંચાલક મંડળના પારદર્શી વહિવટ તેમજ માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઇ એન. જોષીના સુચારૂ વહીવટના લીધે ખેડૂતો તેમજ વેપારીઓએ વિશ્વાસ સંપાદન કરતાં ડીસા માર્કેટયાર્ડમાં દિન પ્રતિદિન આવકમાં વધારો નોંધાઇ રહ્યો છે

 . ચોમાસું સિઝન દરમ્યાન ડીસા તેમજ આસપાસના વિસ્તારમાં મગફળીનુ ખુબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું અને સારા વાતાવરણના લીધે મગફળીનું ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં થયું છે.જેથી ડીસા માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં મગફળીની ૭૦ હજાર બોરીથી વધુની રેકોર્ડ બ્રેક આવક સાથે છેલ્લાં એક સપ્તાહમાં મગફળીની ત્રણ લાખથી વધુ બોરીની આવક સાથે ઉત્તર ગુજરાતમાં મગફળીની આવકની દ્રષ્ટિએ પ્રથમ નંબરનું સ્થાન મેળવ્યું છે. ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોને સરેરાશ પ્રતિ મણ મગફળીના રૂ. ૯૫૦ મળી રહ્યાં છે જે ભાવ અન્ય માર્કેટયાર્ડ કરતાં સારા હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે

(12:49 pm IST)