Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

૫૦ કરોડનું ટર્નઓવર હોય તો વેપારીઓ માટે ઈ-પેમેન્ટ્સ ફરજીયાત

 અમદાવાદ : કેન્દ્ર સરકારે, વાર્ષિક રૂ. ૫૦ કરોડનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને તા.૧ નવેમ્બર, ૨૦૧૯થી ફરજિયાત રીતે ePaymesnts - ઈલેકટ્રોનિક મોડમાં પેમેન્ટ કરવાની સૂચના આપી છે. આ હેતુસર ઈન્કમટેકસ એકટમાં નવી કલમ- 269SUનો ઉમેરો કર્યો છે. આ અંગે CBDT એ જણાવ્યું છે કે, આવકવેરા કાયદામાં પેમેન્ટ સેટલમેન્ટ સિસ્ટમ એકટમાં નવી જોગવાઈ સેકશન- ૧૦છ દાખલ કરાઈ છે. આ જોગવાઈ અંતર્ગત ઈન્કમટેકસ એકટની નવી કલમ-  269SUમાં દર્શાવાયેલા ઈલેકટ્રોનીક સ્વરૂપે કરાયેલ પેમેન્ટના વ્યવહારો પર કોઈ ચાર્જ લાદવાનો કે વસૂલવા પર બેંકો અને પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર્સને મનાઈ ફરમાવાઈ છે. આ નવી જોગવાઈ ૧ નવેમ્બર, ૨૦૧૯થી અમલી બનશે. ડિજીટલ ઈન્ડિયા અંતર્ગત રોકડ, ચેકના વ્યવહારો ઘટાડવા અને ઈ-પેમેન્ટને પ્રોત્સાહનની નેમ સાથે કેન્દ્ર સરકારે રૂ. ૫૦ કરોડ અને તેથી વધુ ટર્નઓવર ધરાવનારા વેપારીઓ માટે ઈ પેમેન્ટ્સ ફરજિયાત બનાવવાની કવાયત હાથ ધરી છે.

પાલન નહીં કરનારને રોજની ૫,૦૦૦ પેનલ્ટી

વાર્ષિક રૂ. ૫૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની- સંસ્થાઓ નવા નિયમનું અસરકારક રીતે પાલન કરે તે હેતુસર કલમ- ૨૬૯જીં હેઠળ રૂ. ૫૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની ઈ-પેમેન્ટ સ્વરૂપે ચૂકવણી નહીં કરે તો તેવી સંસ્થાને રોજના રૂ. ૫ હજારની પેનલ્ટી ફટકારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે અને આ હેતુસર ફાઈનાન્સ (નં.-૨) એકટ, ૨૦૧૯માં જોગવાઈનો ઉમેરો કરાયો છે.

(11:30 am IST)