Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કચ્છની કોયલના નામથી જાણીતી લોકગાયિકા ગીતા રબારીને ડેન્ગ્યુની ઝપટમાં : ઘેરી ચિંતા

ગીતા રબારીને સતત બે દિવસથી તાવ આવ્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાની લાગણી

ભુજ : કચ્છની કોયલના નામથી જાણીતી લોકગાયિકા ગીતા રબારીને ડેંગ્યુની અસર હોવાના અહેવાલે ચિંતાની લાગણી પ્રસરી છે આ પહેલા કચ્છમાં કચ્છના સિવિલ સર્જન સહિત સાત ડોક્ટરો પણ ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયા છે.

  અહેવાલ મુજબ ગીતા રબારીને સતત બે દિવસ તાવ રહ્યા પછી રિપોર્ટ કરાવવામાં આવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવેલ છે

  ગુજરાતમાં અત્યારે જામનગર જુનાગઢ રાજકોટ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ડેન્ગ્યુ અને વાયરલ તાવે ઉત્પાત મચાવી દીધો છે.

(11:13 am IST)