Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

મુસાફરોનો ધસારો વધતા ખાનગી ટ્રાવેલ્સના ભાડા વધ્યા

અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી બસો હાઉસફુલ

અમદાવાદ, તા.૨૩: દિવાળીના તહેવારોમાં સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોમાં વધારો થયો છે. મુસાફરોના ઘસારાનો લાભ લેવા માટે અનેક ખાનગી ટ્રાવેલ્સે બસના ભાડામાં પણ બમણો વધારો કરી દીધો છે. અમદાવાદથી બસ દ્વારા ખાસ કરીને રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, સોમનાથ, દ્વારકા જવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. શનિવારે સાંજથી જ સૌરાષ્ટ્ર જતી અનેક બસ શ્નઈંક્નદૃઝ્રપ્નખાૃલૃ થઇ ગઇ છે. અનેક ખાનગી ટ્રાવેલ્સે વધારાની બસને દોડાવવાનો નિર્ણય લીધો છે.

શાળા-કોલેજમાં ૨૫ ઓકટોબરથી વેકેશનનો પ્રારંભ થાય છે અને ત્યારથી જ મુસાફરોનો ધસારો વધી રહ્યો છે. તહેવારના ચાર દિવસ દરમિયાન અમદાવાદથી રાજકોટનું ભાડું રૂપિયા ૪૦૦- પોરબંદરનું ભાડું રૂપિયા ૮૦૦-સોમનાથ, દ્વારકાનું ભાડું રૂપિયા ૧ હજાર-જામનગર, જૂનાગઢ માટે રૂપિયા ૮૦૦થી રૂપિયા ૧ હજારનું ભાડું પહોંચી ગયું છે.

દરમિયાન એસટી નિગમના અમદાવાદ વિભાગમાંથી ગોધરા, પંચમહાલ, સૌરાષ્ટ્ર માટેની ૬૫૦ એકસ્ટ્રા બસ દોડાવવાની જાહેરાત કરાઇ છે. ગીતા મંદિર એસ.ટી. ડેપોથી તમામ બસનું સંચાલન થશે. મુસાફરોના ધસારાને પગલે ૯ રિઝર્વેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા છે. તેમજ તમામ અધિકારીઓને ૧૨-૧૨ કલાકની ડયુટી સોંપાઇ છે.

(10:09 am IST)