Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો: ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ

વ્યારા, સોનગઢ, ડોલવણ, અને વાલોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો

 

તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. તાપી સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. અને જિલ્લામાં જાણે કે ચોમાસું હોય તેવો માહોલ સર્જાયો હતો. તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ડોલવણ, અને વાલોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેતીમાં નુકસાનનો ભય ખેડૂતોને સતાવી રહ્યોં છે.

(12:10 am IST)