Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

સુરતમાં સાંજે ધોધમાર વરસાદ : વલસાડના કપરાડામાં કમોસમી વરસાદ પડતા ડાંગરના ઉભા પાકને નુકશાન

સુરતમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી ઘેરાયેલા વાદળો બપોરે વરસી ગયા છે. રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સુરતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.બીજીતરફ  વલસાડ જિલ્લાના કપરાડામાં વરસાદ પડતાં ડાંગરના ઊભા પાકને નુકશાન થયું છે. કમોસમી વરસાદના કારણે ખેતીને નુકશાન જવાની શક્યતા છે

(11:51 pm IST)