Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

રાજપીપળામાં બપોર બાદ કમોસમી વરસાદ : કપાસ અને તુવેરના પાકને નુક્શાનની ભીતિ

સવારે ગરમી બપોરે વરસાદ અને રાત્રે ઠંડી એમ ત્રણે રૂતૂઓનો અનુભવ

 

રાજપીપલામા બપોર પછી અચાનક કમોસમી વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા. જેને કારણે કપાસ, તુવેર ના પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોએ સેવી હતી.

  રાજપીપલામા નવરાત્રી પછી વરસાદે વિદાય લીધી હતી અને ગુલાબી ઠંડીએ શરૂઆત કરી હતી ત્યારે અચાનક માવઠું થયું હતું આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા  રાજપીપલા મા સવારે ગરમી બપોરે વરસાદ અને રાત્રે ઠંડી એમ ત્રણે રૂતૂઓનો લોકો સામનો કરી રહ્યા છે.

(8:55 am IST)