Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

તલાટીની કામગીરી શિક્ષકોને સોંપાતા કચવાટ :આવી કોઈ કામગીરી નહીં સ્વીકારો :શિક્ષક સંઘનો આદેશ

અમદાવાદ :ગુજરાતમાં તલાટીઓ તેમની માંગણીઓને લઈ હડતાળ પર છે. ત્યારે રાજયમાં કેટલાક ગામોમાં તલાટીના કામની જવાબદારી શિક્ષકોને સોંપવાનો નિર્ણય લેવાયો છે. સરકારના નિર્ણયને લઈ શિક્ષકોમાં કચવાટ પેદા થયો છે. જેને લઈ ગુજરાત રાજય શિક્ષક સંઘ એકશનમાં આવ્યું છે.

ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા પ્રકારની કામગીરી સ્વીકારવા માટે રાજયના તમામ જિલ્લાના શિક્ષક સંઘના હોદ્દેદારોને લેખિતમાં જાણકારી આપી છે. જે ફરજ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત આવતી હોય તેવા કામો કરવા માટે ગુજરાત રાજય શિક્ષક સંઘ દ્રારા આદેશ કરવામા આવ્યો છે

(12:15 am IST)