Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ઓર્ગેનિક-હેલ્ધી ફુડના કન્સેપ્ટ સાથે લીફ કાફે-સ્ટોરનો પ્રારંભ

હાથથી બનાવેલા ઓર્ગેનિક કપડા પણ મળશેઃ દસ દિવસ હેલ્ધી ફુડ ફેસ્ટીવલમાં તાજી અને આરોગ્યપ્રદ ફુડ આઇટમો સ્વાદના રસિયાઓને માણવાની મજા મળશે

અમદાવાદ,તા. ૨૩: સામાન્ય રીતે લોકો ગમે ત્યાં અને ગમે તેવી જગ્યાએ ભૂખ લાગે ત્યારે નાસ્તો કે જમવાનું આરોગી લેતા હોય છે અને પછી તબિયત બગાડવાને આમંત્રણ આપતા હોય છે. જેમાં સૌથી વધુ ખતરનાક અનહેલ્ધી ફાસ્ટફુડ અને જંકફુડ છે. પરંતુ અમદાવાદ શહેરમાં સૌપ્રથમવાર નાગરિકો ખાસ કરીને યંગસ્ટર્સ માટે ઓર્ગેનિક અને હેલ્ધી ફુડના કન્સેપ્ટ સાથે શહેરના બોડકદેવ વિસ્તારમાં લીફ કાફે અને સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જયાં સ્વાદના રસિયાઓ અને આરોગ્યપ્રેમી જનતાને ઇન હાઉસ તૈયાર કરાયેલી હોમમેડ બ્રેડ, ફ્રેશ સલાડ, જયુશ, ફ્રેશ ઇન્ગ્રીડીઅન્ટ્સ સહિતની વિવિધતાસભર હેલ્ધી અને ઓર્ગેનિક ફુડ આઇટમો પીરસવામાં આવશે. કંઇક અનોખા કન્સેપ્ટ સાથે શરૂ કરાયેલા આ લીફ કાફે અને સ્ટોરમાં દસ દિવસીય હેલ્ધી ફુડ ફેસ્ટીવલનો પણ પ્રારંભ કરાયો છે, જે દરમ્યાન નાગરિકોને ખાસ કરીને યંગસ્ટર્સ માટે આકર્ષક ઓફરો પણ રજૂ કરવામાં આવી છે એમ લીફ કાફેના સંચાલિકા ઋચિકા કીચન, સ્નેહા પટેલ અને ઝલક મજીઠીયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં આ પ્રકારના હેલ્થ અને હેલ્ધી ફુડના કન્સેપ્ટ સાથે સૌપ્રથમવાર લીફ કાફે અને સ્ટોર શરૂ કરાયો છે તેની પાછળનું કારણ જ એ છે કે, લોકોને હેલ્ધી ફુડની સાચી પરિભાષા સમજ પડે. ખાસ કરીને યંગસ્ટર્સને ઓર્ગેનિક ફુડ અને હેલ્ધી ફુડ તરફ વાળવા માંગીએ છીએ કે જેથી તેઓનું આરોગ્ય અનહેલ્ધી ફુડથી બગડે નહી. યંગસ્ટર્સને અહીં હેલ્ધી ફુડ  અને ઓર્ગેનિક ફુડની સાથે સાથે ડાયેટ પ્લાન અને તંદુરસ્તી વિશે પણ માર્ગદર્શન પૂરું પડાશે. લીફ કાફેના સંચાલિકા ઋચિકા કીચન, સ્નેહા પટેલ અને ઝલક મજીઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ અનોખા કન્સેપ્ટ સાથેના લીફ કાફેની સાથે સાથે યંગસ્ટર્સ સહિત ફેશનપ્રેમી જનતા માટે હાથવણાટ, હાથથી બનાવેલા અને નેચર ડાઇ ફેબ્રીક  અને ઇકો ફ્રેન્ડલી કપડાં પણ અહીંના સ્ટોરમાં ઉપલબ્ધ બનાવાયા છે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ આવા કપડાની ડિમાન્ડ વધી રહી છે.  આ ડિઝાઇન સ્ટોરમાં ઓર્ગેનિક કોટન કલોથ, અપસાઇકલ કલોથીંગ રેન્જ અને કસ્ટમાઇઝ્ડ કલોથીંગની શ્રેણી ઉપલબ્ધ બનાવાઇ છે. તેથી અમે અમારી ટચી ટેગલાઇન રાખી છે કે, ઇટ હેલ્ધી, વિયર હેલ્ધી અને ફીલ વેલ્ધી. લીફ કાફેની કોફી સ્વતંત્ર ફાર્મમાંથી પ્રાપ્ત કરાયેલા ગુણવત્તાયુકત બીનમાંથી તૈયાર કરાય છે. સાથે સાથે ફ્રેશ ઇન્ગ્રીડીઅન્ટ્સ, બોહો થીમ સાથે કમ્ફર્ટ આઉટડોર સીટીંગ, ઇનહાઉસ તૈયાર કરાયેલ હોમમેડ બ્રેડ્સ, ફ્રેશ જયુશ અને ડ્રીંકસ, ફ્રેશ સલાડ, લાઇવ મ્યુઝિક, ઇનહાઉસ પ્લસ કેક અને પેસ્ટ્રીઝની વિશાળ શ્રેણી અહીં માણવા મળી શકશે.

(10:13 pm IST)
  • ગાંધીનગર :ગુજરાત નેશનલ લૉ યુનિ.માં આજે મહિલા ખેડૂત સંમેલન મળશે:બપોરે 12 વાગ્યે મોટા પ્રમાણમાં મહિલાઓ રહેશે હાજર access_time 2:22 pm IST

  • એસસી/એસટી એક્ટમાં થયેલા નવા સુધારાને પડકારતી અરજીઓ ઉપર ૨૬ ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે access_time 1:19 am IST

  • ફુલગામમાં અથડામણમાં ૬ લોકોના મોતના વિરોધમાં ગઈકાલે ભાગલાવાદીઓ દ્વારા જમ્મુ - કાશ્મીર બંધ : અનેક જિલ્લામાં બંધની અસર જોવાઈ : ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ access_time 3:34 pm IST