Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સ્વાઈન ફ્લુ બેકાબૂ : નવા ૧૧ કેસ, બેના થયેલા મોત

સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો વધીને ૫૫ થયોઃ કેસોની સંખ્યા વધી ૧૬૫૭ ઉપર પહોંચી : અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસોની સંખ્યા રાજ્યમાં સૌથી વધુ ૬૬૬

અમદાવાદ, તા.૨૩: સ્વાઇન ફ્લુના કારણે નવા નવા કેસોનો દોર જારી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના વધુ ૧૧ કેસ નોંધાયા હતા. બીજી બાજુ બે લોકોના મોતના અહેવાલ મળ્યા છે. જો કે, આને હજુ સુધી સમર્થન મળી રહ્યું નથી. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં કચ્છમાં ત્રણ કેસોનો સમાવેશ થાય છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુના નહીવત જેવા કેસો નોંધાયા છે. કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૫૭ ઉપર પહોંચી ચુકી છે. ૧૮૭ લોકો હજુ સારવાર હેઠળ છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી વધુ અસર અમદાવાદમાં થઈ છે. જ્યાં ૬૬૬ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત પોઝીટીવ લોકોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ચુકી છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી રાજ્યમાં સૌથી વધુ ૧૮ના મોત થયા છે. વધુ બેના મોત થતાં મોતનો આંકડો વધીને આજે ૫૫ ઉપર પહોંચી ગયો હતો જ્યારે ૧૧ નવા કેસોની સાથે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૫૭ ઉપર પહોંચી ગઇ છે. ૧૩૬૦ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોક સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુનો એક કેસ નોંધાયો છે. જો કે, આંકડાઓને લઇને વિરોધાભાષની સ્થિતિ છે.  સ્વાઈન ફ્લૂને રોકા માટે અમદવાદ સહિત રાજ્યના જુદા જુદા સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં કેસો વધી રહ્યા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે ભારે હાહાકાર મચેલો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ સ્વાઈન ફ્લૂના ૧૧ નવા કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો ૫૫ ઉપર પહોંચી ગયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૫૭ સુધી પહોંચી ગઈ છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૧૮૭થી વધુ છે. આવી સ્થિતિમાં સ્વાઈન ફ્લૂના લીધે હાલત કફોડી બનેલી છે. મોટી સંખ્યામાં દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવ્યા બાદ રજા પણ આપી દેવાઈ છે. સ્વાઈન ફ્લુનો આતંક દર વર્ષે જોવા મળે છે.

(10:08 pm IST)