Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

૭ લાખની લાંચ ડ્રાઇવર મારફત લેતા સુરતના મામલતદાર રાજેન્દ્રકુમાર ચૌધરી એ.સી.બી.છટકામાં ઝડપાયાઃ મોટા મગરમચ્છોને જાળમાં લેવાની એ.સી.બી.વડા કેશવકુમારની ઝુંબેશ આગળ વધી

રાજકોટઃ   ૭ લાખ  રૂપિયાની  ડ્રાઇવર મારફત લાંચ લેતા સુરતના મામલતદાર રાજેન્દ્રકુમાર ફતેસિંહ ચૌધરીને સુરતના  એ.સી.બી.પી.આઇ.  સી.કે. પટેલએ  સુરત એસીબી એકમના  મદદનીશ નિયામક પી.એમ. પરમારના સુપરવીઝન હેઠળ ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.

એ.સી.બી સૂત્રોમાંથી સાપડતા નિર્દેશ મુજબ એક જાગૃત ફરીયાદી દ્વારા એસીબીમાં એવી ફરીયાદ થઇ હતી કે  તેમની સુરતના વેસુ માં આવેલી જમીનની માપણી અંગે સરકારી રેકર્ડમાં ભુલ આવતી હતી જેથી ફરીયાદીએ  આ કામે ભુલ સુધારવા અરજી કરેલ હતી. જે કેસ મજુરા મામલતદાર સુરત શહેર ખાતે ચાલતો હતો. ફરીયાદીની તરફેણમાં હુકમ કરવા મામલતદાર રાજેન્દ્રકુમાર ચૌધરીએ ફરીયાદી પાસે ૭ લાખ રૂપીયાની લાંચની માગણી કરી હતી.

ફરીયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોય એ.સી.બી.માં  એવી ફરીયાદ કરી હતી કે મામલતદારએ ૭ લાખની  લાંચ તેના ડ્રાઇવર નરેશ ખટીક મારફત માગી છે એ.સી.બી.એ ફરીયાદીની  હકીકતના આધારે છટકું ગોઠવી રૂ. ૭  લાખની લાંચ મામલતદાર વતી સ્વીકારનાર ડ્રાઇવરને ઝડપી લીધો હતો. એ.સી.બી. દ્વારા મામલતદારે ડ્રાઇવર સાથે મળી લાંચની રકમ  આ રીતે સ્વીકારતા નિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ રીતે મોટા મગરમચ્છોને જાળમાં સપડાવવાનું  કેશવકુમારનું રાજયવ્યાપી અભિયાન આગળ વધ્યું છે.

(9:27 pm IST)
  • રાજયના મોલ - મલ્‍ટિપ્‍લેકસમાં પાર્કિંગ ચાર્જનો વિવાદ ફરી હાઇકોર્ટમાં પહોંચ્‍યોઃ મોલ-મલ્‍ટિપ્‍લેકસમાં એક કલાક પાર્કિંગ ફ્રીના નિર્ણય સામે ફરી અપીલઃ હાઇકોર્ટના સિંગલ જજના આદેશ સાથે અમુક મોલ સંચાલકોની અરજી access_time 4:52 pm IST

  • આજે પણ ઘટયા પેટ્રોલ-ડિઝલના ભાવ : આજે પણ ઇંધણના ભાવમાં ઘટાડોઃ પેટ્રોલમાં ૧૦ તો ડીઝલમાં ૭ પૈસાનો ઘટાડો જાહેરઃ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૮૧.૩૪ અને ડીઝલનો ભાવ રૂ. ૭૪.૮પ થયોઃ મુંબઇમાં ભાવ અનુક્રમે ૮૬.૮૧ અને ૭૮.૪૬ રૂ. થયો છે access_time 11:48 am IST

  • ઉત્તર કોરીયાએ ચીન પાસેથી રૂ.૪૭ અબજનો લકઝરી સામાન ખરીદ્યો : દક્ષિણ કોરીયાના વિપક્ષી સાંસદનો દાવો access_time 3:34 pm IST