Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

અમદાવાદના આશ્રમ રોડ પર વેપારી પાસે 10 કરોડનો સ્ટીલનો માલ ખરીદી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:આશ્રમ રોડ પર ઓફિસ ધરાવતા અને સ્ટીલનો ધંધો કરતા એક વેપારી પાસેથી સ્ટીલનો માલ ખરીદીને રૃ. ૧૦.૨૪ કરોડ ની છેતરપિંડી કરનારા પિતા પુત્ર વિરૃધ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. ક્રાઈમ બ્રાંચમાં આરોપી પિતા પુત્ર સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી આ બનાવની વિગત મુજબ રજનીકાંત શાહ ગુજરાત સ્ટીલ એન્ડ પાઈપ્સ ના પાર્ટનર તેમજ નિશ્ચલ ફેબ પ્રા.લીના ડાયરેક્ટર તરીકે આશ્રમ રોડ પર મૃદુલ ટાવરમાં ઓફિસ ધરાવી વ્યવસાય કરે છે.

દરમિયાન નવરંગપુરામાં સ્વસ્તિક પ્લાઝામાં આવેલી આરંભ પ્રોકોન પ્રા.લી.ના એમ.ડી. હેમાંગ શાહ અને તેમના પિતા પંકજ શાહએ ગુજરાત સ્ટીલ અને નિશ્ચય ફેબ પ્રા.લી.કંપની પાસેથી ટીએમટી બારનો માલ ખરીદ્યો હતો. જેમાં રજનીકાંતભાઈને તેમની પાસેથી વ્યાજ સહિત કુલ રૃ.૧૦,૨૪,૦૮,૫૨૬ લેવાના નીકળતા હતા. આ રકમ પિતા પુત્રએ ન ચુકવીને છેતરપિંડી કરી હતી. 

(5:00 pm IST)