Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

આણંદ પેરોલ ફ્લો સ્ક્વોડે વોચ ગોઠવીને સિસિસીના નકલી સર્ટિફિકેટ બનાવનાર વિરુદ્ધ તપાસ શરૂ

આણંદ:ના પેરોલ ફર્લો સ્ક્વોડે આજે બોરસદ ચોકડીએ વોચ ગોઠવીને કોમ્પ્યુટરની સીસીસીની પરીક્ષાના ખોટા સર્ટીફીકેટ બનાવીને છેતરપીંડી કરનાર મુળ નાપાડવાંટાના પરંતુ હાલમાં ભરૂચ ખાતે રહેતા શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે ગોધરા બી ડીવીઝન પોલીસના હવાલે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ઈમરાન જલાલુદ્દીન રાઠોડ વિરૂધ્ધ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં બે વર્ષ પહેલાં કોમ્પ્યુટરની સીસીસીની પરીક્ષાના ખોટા સર્ટીફીકેટ બનાવીને છેતરપીંડી કરવાનો ગુનો દાખલ થયો હતો. ત્યારથી તે નાશતો ફરતો હતો. દરમ્યાન આણંદના પેરોલ ફર્લો સ્ક્વોડને હકિકત મળી હતી કે, ઈમરાન રાઠોડ આજે બોરસદ ચોકડીએ કોઈને મળવા માટે આવવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન ઈમરાન રાઠોડ ખાનગી વાહનમાં આવી ચઢતાં પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.

(4:56 pm IST)