Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ફાર્મેક ઇન્ડીયા-ર૦૧૮માં ફાર્મા અને સંલગ્ન ઉદ્યોગોના ભાવિને આકાર આપશે

અમદાવાદ :.. ઇન્ડીયન ડ્રગ મેન્યુફેકટરર્સ એસોસીએશન (ઇડમાં) (ગુજરાત સ્ટેટ બોર્ડ), ઓર્બીટ એકઝીબીશન્સ પ્રા. લિમીટેડના સહયોગથી ફાર્મા ઉદ્યોગ માટે તા. રપ થી ર૭ ઓકટોબર દરમ્યાન ફાર્મેક ઇન્ડીયાની ૯મી મેડીશનનું અરેના બાય ટ્રાન્સ સ્ટેડીયા -અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ એકર્સ્પો ફાર્મા અને સંલગ્ન ઉદ્યોગોના ભાવિને સાકાર આપવા સજ્જ છે. લાઇવ ડેમોઝ, એકસલુઝિવ પ્રોડકટસ અને લેટેસ્ટ ફાર્મા સ્યુટિકલ ટેકનોલોજીના સમન્વયને કારણે આ એકસો આ ક્ષેત્રના સહયોગીઓ માટે ઉત્તમ        સ્થળ બની  રહેશે આગામી પ વર્ષમાં  અમેરિકા અને યુરોપમાં અંદાજે ૧૩૭ અબજનાં ઉત્પાદનો પેટન્ટ મુકત થઇ રહ્યા છે.

આ સ્થિતિને કારણે ઉભી થયેલી જૈનરિક તકનો લાભ લેવા અને વિશ્વના બજારોમાં તેનું સ્થાન મજબુત કરવા માટે ભારત સજ્જ બન્યુ છે. દેશના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની આંતરિક શકિતઓ એડવાન્સ્ડ કેમેસ્ટ્રિ સ્કિલ્સ કોમ્પલેકસ કેમીકલ સિર્ન્થેસિસ તેમજ ઓછા ખર્ચે ઉત્પાદનને કારણે દેશનો ફાર્મા ઉદ્યોગ નિયંત્રીત ઓન પેટન્ટ ડ્રગ માર્કેટનો મોટો હિસ્સો હાંસલ કરવા સુસજ્જ છે.

જાન્યુઆરી ર૦૧૮ થી ફાર્માકોવિજીલન્સ સિસ્ટમ ફરજીયાત બની રહી છે. ત્યારે ફાર્માસ્યુટિકલ કંપનીઓને નિયંત્રણ લક્ષી નિયમોનો કારણે ટ્રાયલ્સ અરકયા છે. અથવા તો ધીમા પડી રહ્યા છે ત્યારે દેશમાં નવા ડ્રગ રજૂ કરવામાં વિલંબ થશે. નવા નીતિ નિયમોને કારણે નવી માળખા ગત સુવિધાઓ અને નવી સીસ્ટમ ડેવલપમેન્ટની આવશ્યકતા ઉભી થશે હાલમાં કિલનિકલ રિસર્ચ ક્ષેત્રે ભારે મુંઝવણ પ્રવર્તે છે.

(3:37 pm IST)