Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

શિક્ષકોને શિક્ષણ સિવાઇની પાર વગરની કામગીરીઃ સ્‍વમાન ભંગ

હવે તલાટીનું કામ શિક્ષકોને સોંપાયું: ડો. મનીષ દોશીના ચાબખા

અમદાવાદ તા. ર૩ :.. ભાજપ સરકારના વિવિધ આયોજન વિનાના પરિપત્રોથી શિક્ષકોના સ્‍વમાન અને સન્‍માન પર સીધી ઘાત થઇ રહી છે. રાજયના ૧પ૦૦૦ તલાટી કમ મંત્રી હડતાળ પર જતા તેની જવાબદારી શિક્ષકો સંભાળશે આવા અનેક પરિપત્રો પ્રસિધ્‍ધ કરી બુધ્‍ધિનું દેવાળું કાઢતું ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ જેની ભ્રષ્‍ટ નીતિ-રીતી અને શિક્ષકોને અન્‍યાય કરતા વિવિધ ફતવાઓ શિક્ષણની અદ્યોગતિ માટે જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત કોંગ્રેસ પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્‍યુ હતું કે, ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાય જુદા જુદા પરિપત્રો દ્વારા અન્‍ય જવાબદારી થોપી દે છે. જેમ કે, શિક્ષકોને શૌચાલયો ગણવા માટે, સુજલામ-સુફલામમાં ખાડા ખોદવા માટે, સરકારની પ્રસિધ્‍ધીના કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા માટે, શાળામાં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓને પંચર કરતાં શીખવાડવા માટે, વિવિધ સરકારી કાર્યક્રમોમાં હાજરી આપવા માટે વરસાદ માપવા માટે, પુર નિયંત્રણના કામ માટે, સરકારી કાર્યક્રમોમાં બસોની ગણતરી કરવા માટે, ગરીબ કલ્‍યાણ મેળામાં કીટ વિતરણ માટે અને હવે તો તમામ પરિપત્રોથી ઉપર ૧૮૦૦૦ ગામોમાં ૧પ૦૦૦ તલાટી કમ મંત્રીની હડતાળના કારણે જે તે ગામોમાં ગ્રામસભા કરીને સરકારના કાર્યક્રમને સફળ કરવાની જવાબદારી શિક્ષકને સોંપીને ભાજપ સરકાર શિક્ષણની અવદશા માટે નિヘતિ દિશા નકકી કરી લીધી હોય તે રીતે ફતવાઓ બહાર પાડી રહી છે.

 છેલ્લા ૧૦ વર્ષમાં શિક્ષણ વિભાગ દ્વારા જુદા જુદા શિક્ષણ સિવાયના શિક્ષકોને સોંપાતા વિવિધ કામગીરીથી શિક્ષકો હેરાન-પરેશાન થઇ ગયા છે. એક તરફ સતત શિક્ષકોને શાળાના પરિણામ માટે જાહેર સમારંભોમાં ધમકીની ભાષામાં સુચના અપાય છે અને બીજી બાજુ શિક્ષણ વિભાગ ખુદ જ મંત્રી અને મુખ્‍યમંત્રીશ્રીને ખુશ કરવા માટે શિક્ષકોને શિક્ષણની કામગીરી સિવાય અન્‍ય કામો થોપી દેવામાં આવે છે. તેમ ડો. મનીષ દોશી જણાવે છે.

(10:43 am IST)