Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

રાજ્યભરમાં તલાટીઓની હડતાળ :બનાસકાંઠાના 879 ગામોના 655 તલાટીઓ જોડાયા

રાજ્યભરમાં તલાટીઓની હડતાળમાં બનાસકાંઠાના પણ કુલ 879 ગામોના 655 તલાટીઓ જોડાયા હતા ,ડીસા તાલુકાના કુલ 108 ગામોના 72 તલાટીઓએ પણ હડતાળ પાડી હતી. તલાટીઓની હડતાળને પગલે ગ્રામ પંચાયતોમાં દાખલા.ઉતારા સહિતના કામકાજ માટે આવતા અરજદારોને હાલાકી પડી હતી.

  તલાટીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે. તેમજ તલાટી મંડળ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી રેલી -ધરણા સહિતના કાર્યક્રમો યોજ્યા હતા.પરંતુ સરકારે તલાટીઓની પડતર માંગણીઓનો ઉકેલ ન લાવતા તલાટીઓએ હવે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે

(8:58 pm IST)