Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રાજપીપળામાં ગાય અને વાછરડામાં લંપી વાયરસનાં શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં અત્યારસુધી લંપિ વાયરસ એકપણ કેસ નોંધાયો ન હતો પરંતુ હાલમાં રાજપીપળા ખાતે માતા અને પુત્રી એટલેકે ગાય અને તેના વાછરડા માં આ વાયરસનાં શંકાસ્પદ લક્ષણો જણાઈ આવતા તેને સારવાર અપાઇ રહી છે
જેમાં જાણવા મળ્યા મુજબ રાજપીપળાનાં સંતોષ ચાર રસ્તા પાસે રખડતા ગાય અને વાછરડા માં લંપી વાયરસ હોય તેવુ જણાઈ આવતા ગૌરક્ષક પલક દત્ત અને મુકેશભાઈ રબારીએ તેમને રખડતા હોવાથી કડી મહેનત બાદ શોધી કાઢી નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સાથે વાત કરી તેમના સહયોગ બાદ પાલિકાના ઢોર ડબ્બે ઘાસચારા,પાણી સહિતની વ્યવસ્થા કરી ત્યાં મૂકી જરૂરી સારવાર માટે 1962 ના ડો.અભિમન્યુ તેમજ પશુ દવાખાના ના ડો.નિર્મલ અને ડો.વસીમ નો સહયોગ મેળવી યોગ્ય સારવાર ચાલુ કરાવી હતી પરંતુ આ વાયરસ માં ઈમ્યુનિટી અને તકેદારીની વધુ જરૂર હોય ગૌરક્ષક પલક દત્ત કે જેઓ ઘણા વર્ષોથી ગૌરક્ષા માં સારી સેવા આપી રહ્યા હોય સાથે સાથે તેમના પિતાજી પણ હંમેશા મદદરૂપ બને છે ત્યારે આ કિસ્સામાં તેમના પિતા એ આ ગાય અને તેના વાછરડા ની ઈમ્યુનિટી જળવાઈ રહે અને જલ્દી સ્વસ્થ થાય એ માટે ખાસ લાડુ માં કેટલાક જરૂરી તત્વો મિક્ષ કરી હાલ બંનેને આ લાડુ ખવડાવવામાં આવતા હોય માટે ડોકટરો દ્વારા સારવાર અને પલક દત્તની ખાસ દેખરેખ સાથે બૂસ્ટર લાડુ નાં સેવન બાદ હાલમાં બંને એકદમ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
જોકે આવા કિસ્સાઓમાં ખેડૂતોએ કે પશુપાલકો એ ગભરાવવાની જરૂર નથી પરંતુ તેમના પશુઓની કાળજી અને દેખરેખ રાખી જરૂર જણાઈ તો તબીબી સલાહ લેવી જોઈએ

(10:34 pm IST)