Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

વિરમગામના આનંદ મંદિર શાળા ખાતે સરદારના સરદાર નાટક પ્રસ્તુત કરવામાં આવ્યુ

સરદાર વલ્લભભાઈ પટેલના પિતા ઝવેરભાઈ પટેલનો રાષ્ટ્ર સેવાનો પરચો કરાવતું અને એક સંશોધનકૃત નાટ્યસર્જન શાળામાં ભજવવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : આપણા દેશમાં અનેક ભાષાઓનું મહત્વ છે જેમાં ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષાનું મહત્વ વિશેષ રહેલું છે. ગુજરાતી ભાષાના પેટા પ્રકારોમાં નાટક, નિબંધ, નવલકથા,આખ્યાન, ટૂંકી વાર્તા,એવા અલગ અલગ પેટા પ્રકારો પડે છે. જેમાં નાટક વ્યક્તિ કે પ્રસંગ દ્વારા આધારિત હોય છે. નાટક ભજવા પાછળનું કારણ લોકોમાં જાગૃતિ આવે અને લોકોએ કરેલા કાર્યો જાણી શકાય તે માટેનો પ્રયાસ  કરેલો હોય છે. જે અંતર્ગત આનંદ પ્રાથમિક અને માધ્યમિક શાળા અને આસ્થા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિરમગામ દ્વારા ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે ગુજરાતી ભાષાનો એક ભાગ નાટક જે સરદાર વલ્લભભાઈ પટેલ ના પિતા ઝવેરભાઈ પટેલ નો રાષ્ટ્ર સેવાનો પરચો કરાવતું અને એક સંશોધનકૃત  નાટ્યસર્જન શાળામાં ભજવવામાં આવ્યું હતું. જેનું નામ સરદારના સરદાર આ નાટકના  દિગદર્શક શિવમ જાની અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ નાટક વિવિધ પાત્રો દ્વારા  ભજવવામાં આવ્યું હતું. આ નાટકને વિદ્યાર્થીએ ખૂબ ઉત્સાહથી જોયું અને માણ્યું હતું. ખરેખર આપણી નાટ્ય સંસ્કૃતિ કેવી છે તે નાટકના મંચ  દ્વારા આપણે અભિભૂત થઈ અને જાણી  શકીએ છીએ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાની મેનેજમેન્ટ ટીમે  ખૂબ જ જેહમત ઉઠાવી હતી. આ નાટક ભજવનાર દરેક પાત્રને શાળા  ખૂબ- ખૂબ અભિનંદન પાઠવે છે. નાટકના માધ્યમથી સમાજમાં જાગૃતિ આવે તેવી આશા પણ રાખે છે તેમ આનંદ મંદિર શાળાના આચાર્યએ જણાવ્યુ હતુ.

(5:24 pm IST)