Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ડો. નીમાબેન આચાર્યના કાર્યકાળમાં ધારાસભાની ર૯ બેઠકો મળી : ૧૩પ કલાક કામગીરી : ૩૮ શોક ઠરાવો

૧૮ સરકારી વિધેયકો રજુ થયા : શ્રેષ્‍ઠ વિધાનસભાનો એવોર્ડ આપવા માટે લોકસભાના અધ્‍યક્ષે રચેલ સમિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષનો સમાવેશ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૩ : ગુજરાતની વર્તમાન ૧૪ મી વિધાનસભાનું અંતિમ સત્ર ગઇકાલે પૂર્ણ થયું. આજે વિધાનસભાના અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્યએ પોતાના કાર્યકાળની કામગીરીની ઝલક પત્રકારો સમક્ષ રજુ કરી હતી.

ગુજરાત વિધાનસભાના નવમાં સત્ર દરમિાયન અધ્‍યક્ષશ્રી અને ઉપાધ્‍યક્ષ ચૂટણી કરવામાં આવી હતી જેમાં અધ્‍યક્ષશ્રી તરીકે ડો. નિમાબેન આચાર્યની તેમજ ઉપાધ્‍યક્ષશ્રી તરીકે જેઠાભાઇ ભરવાડની પસંદગી થયેલ હતી. ચૌદમી વિધાનસભાના નવમા, દસમા અને અગિયારમાં સત્ર દરમિયાન ગૃહની અનુક્રમે ર, રપ અને ર બેઠકો મળી હતી. ચૌદમી વિધાનસભાનું નવમું, દસમુ અને અગિયારનું સત્ર અનુક્રમે ૧૪ કલાક ૧૦ મિનિટ ૧૧૦ કલાક ૪ર મિનિટ અને ૧૦ કલાક ર૪ મિનિટ ચાલ્‍યું હતું. આ ત્રણ સત્રો દરમિયાન સ્‍વર્ગસ્‍થ મહાનુભાવોના અવસાન અંગે ગૃહમાં કુલ-૩૮ શોકદર્શક ઉલ્લેખો કરવામાં આવ્‍યા હતા.

દસમાં સત્ર દરમિયાન તા. ૦૩-૦૩-ર૦રર ના રોજ નાણાકીય વર્ષ-ર૦રર-ર૦ર૩ માટેનું રૂા. ર૪,૩૯,૬૪૭ર,૪પ,૦૦૦/ નું અંદાજ પત્ર અને વર્ષ -ર૦ર૧-રર માટેનું રૂા. ૧,ર૩,૬૦,૪૩,૦૯,૦૦૦/- નું ખર્ચનું પુરક પત્રક રજુ કરવામાં આવ્‍યું હતું. અંદાજપત્ર પર ૪ દિવસ સામાન્‍ય ચર્ચા અને ૧ર દિવસ માંગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરવામાં આવ્‍યું હતું.

દસમાં સત્ર દરમ્‍યાન તા. ર૪-૩-ર૦રર ના રોજની વિધાનસભાની ખાસ બેઠકમાં  આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દેશના રાષ્‍ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ વિધાનસભા ગૃહમાં સંબોધન કર્યુ હતું.  ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના સંસદીય ઇતિહાસમાં આદરણીય રાષ્‍ટ્રપતિશ્રીએ સંબોધન કર્યાનો આ પ્રથમ અવસર હતો.

નવમાં સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની ૪૩૭ સુચનાઓ અને અતારાંકિત પ્રશ્નોની ૭૩૮ સૂચનાઓ દાખલ કરવામાં આવી હતી. દસમાં સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોની ૪૩૭૬ સૂચનાઓ અને અતારાંકિત પ્રશ્નોની ૭૬૯ સુચનાઓ દાખલ કરવામાં આવી હતી અગિયારમાં સત્ર દરમિયાન અતારાંકિત પ્રશ્નોની સુચના પ૪ મળેલ હતી જે પૈકી ૩૧ અતારાંકિત સૂચનાઓ દાખલ કરવામાં આવેલ હતી. તદઉપરાંત, અગિયારમાં સત્ર દરમ્‍યાન ટુંક મુદતની કુલ ૩ સૂચનાઓ દાખલ કરેલ હતી. સભાગૃહમાં તેની ચર્ચા થઇ હતી.

નવમાં, દસમા અને અગિયારના સત્રમાં કુલ ૧૮ સરકારી વિધેયકો રજુ થયા હતા અને અગિયારના સત્ર દરમિયાન એક સરકારી વિધેયક સભાગૃહની અનુમતિથી  પાછું ખેંચવામાં આવ્‍યું હતું. ૧ બીનસરકારી વિધેયક પર ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી.

નવમાં સત્રમાં નાણાકીય સમિતિઓની ખાલી પડેલ જગ્‍યાઓ ઉપર ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. દસમાં સત્રમાં નાણાકીય તેમજ બિન નાણાકીય સમિતિઓની મુદત વિધાનસભા વિસર્જન સુધી લંબાવવાની તથા જાહેર હિસાબ સમિતિ અને જાહેર સાહસો માટેની સમિતિઓ પર ખાલી પડેલ જગ્‍યાઓ માટેના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.

દસમાં સત્રના સભાગૃહની છેલ્લા દિવસની બેઠક તા. ૩૧-૩-રર ના રોજ રાત્રે ૧-૩૮ કલાકે પુરી થઇ હતી.

આઝાદી કા અમૃત મહોત્‍સવ પર્વ નિમિત્તે વિધાનસભાના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્યની પ્રેરણાથી આજનો યુવા વર્ગ પોતાની આંતરિક શકિતઓને ઉજાગર કરી, આવનારા સમયની આજનો યુવા વર્ગ પોતાની આંતરિક શકિતઓને ઉજાગર કરી, આવનારા સમયની માંગ સાથે નિષ્‍પક્ષ અને નિડર લોકપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોને વાંચા આપી તેનો ઉકેલ લાવી શકે તેવા શુભ આશયથી યુવા મોડેલ એસેમ્‍બલી કાર્યક્રમનું આયોજન કરેલ હતું.

(3:46 pm IST)