Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

નવરાત્રીમાં પ્રાઇવેટ ડિટેકટીવોની ભારે બોલબાલા

શંકાશિલ પતિઓ - વાલીઓ ચુકવી રહ્યા છે ૧ દિ'ના ૫૦,૦૦૦

અમદાવાદ તા. ૨૩ : નવરાત્રી આવતા જ પ્રાઇવેટ ડીટેકટીવોનો ધંધો ખીલી ઉઠયો છે. પોતાની ટીનેજ પુત્રી અને પુત્ર માટે ચિંતા ધરાવતા મા-બાપો તેમના સંતાનો પર રાત્રે નજર રાખવા ખાનગી ડીરેકટીવોનો સંપર્ક સાધી રહ્યા છે.

રાજેશ યાદવ નામના એક પ્રાઇવેટ ડીટેકટીવે કહ્યું, ‘અમારો સંપર્ક કરનારા મોટાભાગના મા-બાપ પૈસાની ચિંતા નથી કરતા હોતા અને સહેલાઇથી આખા પેકેજના ૨.૫ લાખ અથવા રોજના ૫૦૦૦૦ રૂપિયા ચૂકવે છે. આનું કારણ એ છે કે અમારે ટાર્ગેટ પાછળ પડછાયાની જેમ ફરવાનું હોય છે, તેમના વાહનમાં જીપીએસ સીસ્‍ટમ લગાડવી પડે છે અને તેમના કપડામાં બગ પણ લગાડવા પડે છે જેથી તેમની વાતચીત સાંભળી શકાય.'

વિભીન્‍ન ઉદ્દેશો માટે પ્રાઇવેટ ડીટેકટીવ રાખવાનું ઘણા સમયથી ચાલુ થઇ ગયું છે. શંકાશીલ પતિઓ અને મા-બાપો પોતાની પત્‍ની કે દીકરી પાછળ ફરવા કરતા પ્રાઇવેટ ડીટેકટીવોને રોકે છે, તો ખાનગી કંપનીઓ પણ ઉચ્‍ચ પદો માટેના ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલ શૈક્ષણિક સર્ટીફીકેટો સાચા છે કે નહીં તેની તપાસ માટે ડીટેકટીવોને રોકે છે. એનઆરઆઇઓ પણ લગ્ન માટે છોકરો કે છોકરી સાથે નક્કી કરતા પહેલા તેનો ભૂતકાળ જાણવા માટે પ્રાઇવેટ ડીટેકટીવને કામ સોંપે છે.

કેવા કેસના ડીટેકટીવો હેન્‍ડલ કરતા હોય છે તેનું ઉદાહરણ આપતા યાદવે કહ્યું કે, શહેરના પヘમિ વિસ્‍તારના એક મોટા બીલ્‍ડરને તેની પત્‍નીની લકઝરી કારમાંથી સીગરેટનું ઠુઠું મળી આવ્‍યું. તેને પત્‍નીના લગ્નેત્તર સંબંધોની શંકા ઉભી થતા તેણે અમને તેના પર નજર રાખવાનું કામ સોંપ્‍યું છે. યાદવે કહ્યું કે સમાજમાં આબરૂ જવાની બીકે લોકો પોલીસ પાસે જવાનું ટાળીને અમારી પાસે આવે છે.

(11:22 am IST)